નવી દિલ્હી: આ વર્ષ બોલીવુડ માટે ખૂબ જ ખરાબ સાબિત થયું છે. હવે સમાચાર આવ્યા છે કે બોલીવુડ એક્ટર રાહુલ રોય (Rahul Roy)ને મુંબઇના નાણાવટી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. 1990માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'આશિકી'થી રાતોરાત સ્ટાર બનેલા અભિનેતા રાહુલ રોય કારગિલમાં ફિલ્મ 'LAC -લિવ ધ બેટલ' શૂટિંગ દરમિયાન બ્રેન સ્ટ્રોકનો શિકાર થયા અને હાલ તેમને સારવાર માટે નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર છે કે 54 વર્ષીય અભિનેતા રાહુલ રોયને 7 દિવસ પહેલાં કારગિલમાં ચાલી રહેલી શૂટિંગ દરમિયાન બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ શ્રીનગરની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ હવે 28029 નવેમ્બર દરમિયાન રાત્રે 1.25 વાગે મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. 


રિપોર્ટ અનુસાર રાહુલ રોય ICUમાં એડમિટ છે. તેમને પ્રોગ્રેસિવ બ્રેન સ્ટ્રોક આવ્યો છે. પરંતુ તેમની જાણકારી અનુસાર એક્ટર હવે સુરક્ષિત છે અને ખતરાથી બહાર છે. તેમને સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થવામાં થોડો સમય લાગી શકે છે. સોશિયલ મીડિયા પર એક્ટરના ફેન્સ તેમના જલદી થવાની પ્રાર્થના કરી રહ્યા છે. 
બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube