Rajinikanth Health Updates: સુપર સ્ટાર રજનીકાંતને ચેન્નઇની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની જાણકારી હોસ્પિટલે આપી છે. તો બીજી તરફ રજનીકાંતની ટીમના અનુસાર તેમના રૂટીન ચેકઅપ માટે લાવવામાં આવ્યા છે. રજનીકાંત ગુરૂવારે સાંજે સાડા ચાર વાગે હોસ્પિટલમાં એડમિટ થયા. તમને જણાવી દઇએ કે 27 ઓક્ટોબરના રોજ રજનીકાંત દિલ્હીમાં હતા. અહીં તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. 


અભિનેતા રજનીકાંતના પીઆર જોનાર રિયાઝ કે અહમદે જણાવ્યું કે 'આ સમયાંતરે કરવામાં આવતી સ્વાસ્થ્ય તપાસ છે. તે અત્યારે તપાસ માટે એક ખાનગી હોસ્પિટલમાં છે. સિત્તેર વર્ષીય અભિનેતા પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે એવોર્ડ પ્રાપ્ત કરવા માટે થોડા દિવસો પહેલાં દિલ્હી આવ્યા હતા અને પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા બાદ તે દેશના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને મળ્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube