નવી દિલ્હીઃ અભિનેતા રણબીર કપૂર ફિલ્મ કબીર સિંહના ડાયરેક્ટર સંદીપ વાંગા રેડ્ડી સાથે કામ કરતો જોવા મળશે. તેમના પ્રોજેક્ટનું નામ 'એનિમલ' છે. ફિલ્મમાં અનિલ કપૂર, બોબી દેઓલ અને પરિણિતી ચોપડા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની જાહેરાત થઈ ગઈ છે. હવે સમાચાર છે કે ફિલ્મમાં રણબીર કપૂરની વિરુદ્ધ અભિનેત્રી તૃપ્તિ ડિમરીને ફાઇનલ કરી લેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સારા અલી ખાને આપ્યું હતું ઓડિશન
ફિલ્મ ફેરે સોર્સના હવાલાથી લખ્યું, કેટલાક મોટા અને જાણીતા ચહેરાઓએ આ રોલ માટે ઓડિશન આપ્યું. સારા અલી ખાને આ રોલ માટે ઓડિશન આપ્યું. પરંતુ ફિલ્મ મેકર તૃપ્તિના કામ અને ઓડિશન ટેપથી ઇમ્પ્રેસ જોવામળ્યા. તેમનો વિચાર છે કે તૃપ્તિ કેરેક્ટરમાં તાજગી અને યંગ અપીલ લાવી શકશે.