સંજીવકુમારને આખી જિંદગી હતો આ `એક વાતનો ખુબ ડર`, જે અંતે સાચો પણ ઠર્યો!, જાણો તેના વિશે
Sanjeev Kumar Death: સંજીવકુમારનું નામ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લેજેન્ડ સ્ટાર્સમાં સામેલ છે. સંજીવકુમાર તેમની ફિલ્મો અને પર્સનલ લાઈફ વિશે પણ એટલા જ જાણીતા હતા. અભિનેતા આખી જીંદગી અપરણિત રહ્યા હતા. સંજીવકુમારની ચર્ચિત ફિલ્મોમાં શોલે, ત્રિશુલ, આંધી, અંગૂર, મનચલી, રાજા ઔર રંક વગેરે સામેલ છે. જો કે આજે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ તે તેમના સૌથી મોટા ડર વિશે જે આખરે સાચો પણ પડ્યો.

સંજીવકુમારનો ડર!
મીડિયા રિપોર્ટ્સ મુજબ સંજીવકુમારને એ વાતનો ડર સતાવતો હતો કે તેઓ લાંબુ જીવશે નહીં અને તેની પાછળ એક નક્કર કારણ પણ હતું. સંજીવકુમારના પરિવારમાં જેટલા પણ પુરુષો હતા તેમના મોત 50 વર્ષ પૂરા થતા પહેલા થઈ ગયા હતા. આ જ કારણ હતું કે સંજીવકુમારને પણ એવું લાગતું હતું કે તેઓ 50 વર્ષ કરતા વધુ જીવશે નહીં. સંજીવ કુમારનો આ ડર સાચો પણ પડ્યો. 1984માં માત્ર 47 વર્ષની ઉંમરે સંજીવકુમારનું હાર્ટ એટેકના કારણે નિધન થઈ ગયું હતું. જ્યારે અભિનેતાના નાના ભાઈનું નિધન પણ 48 વર્ષની ઉંમરે થઈ ગયું હતું.
આ અભિનેત્રીને કરતા હતા પ્રેમ
મીડિયા રિપોર્ટ્સ મુજબ સંજીવકુમાર એક સમયે હેમા માલિની પાછળ લટ્ટુ હતું. બંને પરિવારો વચ્ચે લગ્નની વાતો પણ થઈ રહી હતી. પરંતુ સંજીવકુમારની માતા એક એવી યુવતી ઈચ્છતા હતા જે અભિનેતાનું ઘર સંભાળે. સ્પષ્ટ છે કે આ વાત હેમા માલિનીને મંજૂર નહતી અને કહે છે કે આ કારણે હેમા અને સંજીવના લગ્ન થાય તે પહેલા જ કેન્સલ થઈ ગયા. હેમા સાથે લગ્ન ન થવાની કસક અભિનેતાના દિલમાં રહી ગઈ અને ત્યારબાદ તેમણે આખી જીંદગી લગ્ન ન કરવાનો નિર્ણય લઈ લીધો હતો.