હાર્ટ એટેક બાદ આ એક્ટરના મોતની અફવા ફેલાઈ, કહેવું પડ્યું કે, ‘હું હજી જીવતો છું...’
shreyas talpade death rumours : શ્રેયલ તલપડેના મોતની અફવાથી લોકો ફરી હચમચી ગયા હતા, પરંતું આ વાતને અફવા ગણાવીને એક્ટરે ઈન્સ્ટાગ્રામ પર લાંબીલચક પોસ્ટ મૂકી છે અને પોતાની દીકરી માટે જે લખ્યું છે તે બહુ જ ઈમોશનલ છે
Shreyas Talpade death news : બોલિવુડ અને મરાઠી ફિલ્મોના જાણીતા એક્ટર શ્રેયસ તલપડેની મોતની અફવાથી ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. હકીકતમાંએક પોસ્ટમાં તેમના મોતની ફેક ખબર આવી હતી, જેને સાંભળીને લોકો શોક્ડ થઈ ગયા હતા. જ્યારે આ ખબર એક્ટર સુધી પહોંચી ત્યારે તેમણે ઈન્સ્ટાગ્રામ પર લાંબીલચક પોસ્ટ મૂકી છે.
શ્રેયસ તલપડેએ આ પોસ્ટમાં જણાવ્યું કે, તે હજી જીવે છે અને ખુશ છે અને સ્વસ્થ છે. આ સાથે જ શ્રેયસે પોતાના ચાહકોનો આભાર માન્યો છે. શ્રેયસ તલપડેને લઈને સોશિયલ મીડિયા પર એક ફેક પોસ્ટ વાયરલ થઈ છે, જેને લઈને હવે બધુ સ્પષ્ટ થઈ ગયું છે.
હું હજી જીવિત છું
તેમણે લખ્યું કે, હું બધાને બતાવવા માંગું છું કે, હું હજી જીવતો છું. હું ખુશ છું અને હેલ્ધી છું. આ પોસ્ટ વિશે મને માલૂમ પડ્યું, જેમાં મારા મોતનો દાવો કરવામાં આવી રહ્યો હતો. હું સમજુ છું કે, હ્યુમરને લઈને પોતાની એક જરૂર હોય છે, જ્યારે તેનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે, તો તેનાથી ખરુ નુકસાન થાય છે. જે કોઈએ પણ તેને મજાકની રીતે શરૂ કર્યું છે, તેનાથી હવે મને ટેન્શન આવી રહ્યું છે અને એ લોકોના ઈમોશન સાથે રમત રમાય છે, જેઓ મારા માટે ચિંતાતુર છે. ખાસ કરીને મારો પરિવાર.
ગુજરાતીઓ જ્યા સૌથી વધુ જવા માંગે છે, એ દેશે સ્ટુડન્ટ વિઝા ફી ડબલ કરી દીધી!