નવી દિલ્હી : ફેશન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ અને હેરેસમેન્ટની ઘટનાઓ ઘણીવાર સામે આવતી હોય છે. હાલમાં એક્ટ્રેસ શ્રુતિ મરાઠેએ હાલમાં પોતાની આપવીતી સંભળાવીને બધાને ચોંકાવી દીધા છે. શ્રુતિએ સોશિયલ મીડિયા પર પોતાની આપવીતી જણાવીને આખી ઘટના જણાવી છે. 


એક્ટ્રેસ શ્રુતિ મરાઠેએ હ્યુમન ઓફ  બોમ્બે નામના એક ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ લખીને આ વાતનો ખુલાસો કર્યો છે. તે જ્યારે એક ફિલ્મના લીડ રોલ માટે ઓડિશન દેવા માટે પહોંચી ત્યારે એનો સામનો કાસ્ટિંગ કાઉચ સાથે થયો હતો. તપ્તપદી અને રમા માધવ જેવી ફિલ્મોમાં દમદાર એક્ટિંગ કરનાર શ્રુતિએ પ્રોડ્યુસરનું નામ લીધા વગર આખો કિસ્સો લખ્યો છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...