મુંબઈઃ બોલીવુડ અભિનેતા વિજય રાજની મહારાષ્ટ્રના ગોદિંયા જિલ્લામાંથી પોલીસે ધરપકડ કરી લીધી છે. વિજય પર ફિલ્મ સેટ પર એક મહિલા કલાકારની સાથે છેડછાડ કરવાનો આરોપ છે. આ વાતની પુષ્ટિ ગોંદિયાના એડિશનલ એસપી અતુલ કુલકર્ણીએ કરી છે. 


કુલકર્ણીએ જણાવ્યુ કે, વિજય રાજ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મહત્વનું છે કે અભિનેતા વિરુદ્ધ આઈપીસીની કલમ 354 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.