Reality Show Fees: ઓટીટી હોય કે ટીવી દર્શકોમાં રિયાલિટી શોનો ક્રેઝ સતત વધી રહ્યો છે. તેની પાછળનું કારણ છે કે લોકોને સાસ-બહુ ડ્રામાથી અલગ કંઈક જોવાની ઈચ્છા વધી છે. હવે લોકોને એક સરખા ટીવી શોથી પણ કંટાળો આવવા લાગ્યો છે. જેના કારણે રિયાલિટી શોનો ક્રેઝ વધ્યો છે. આ ક્રેઝને જોતાં મેકર્સ બોલીવુડના દિગ્ગજ સ્ટાર્સને શોના હોસ્ટ તરીકે રાખે છે. ટીવી અને ઓટીટીના કેટલાક રિયાલિટી શો એવા છે જેને વર્ષોથી બોલીવુડના કલાકારો હોસ્ટ કરી રહ્યા છે. શો હોસ્ટ કરવા માટે આ કલાકારો તગડી ફી પણ વસુલ કરે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે કયા શોને હોસ્ટ કરવા માટે કયા અભિનેતા કેટલો ચાર્જ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિતાભ બચ્ચન- કૌન બનેગા કરોડપતિ


અમિતાભ બચ્ચન 'કૌન બનેગા કરોડપતિ સીઝન 15' હોસ્ટ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું અનુસાર બિગ બી આ શોને હોસ્ટ કરવા માટે પ્રતિ એપિસોડ લગભગ 7.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.


આ પણ વાંચો:


22 વર્ષ પછી મિસ્ટર બજાજ અને પ્રેરણા થયા રોમાન્ટિક, સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટો


શાહરુખ ખાનની ફિલ્મ જવાન કયા ઓટીટી પ્લેટફોર્મ પર અને ક્યારે થશે રિલીઝ જાણી લો ફટાફટ


આ તારીખે રિલીઝ થશે સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 નું ટ્રેલર, શાહરુખનો તુટશે રેકોર્ડ


સલમાન ખાન- બિગ બોસ


સલમાન ખાન દર વર્ષે 'બિગ બોસ' હોસ્ટ કરે છે. હવે સલમાન ટૂંક સમયમાં 'બિગ બોસ 17'થી ટીવી શરુ થવા જઈ રહ્યો છે.  સલમાને એક અઠવાડિયા સુધી બિગ બોસ  ઓટીટી હોસ્ટ કરવા માટે 25 કરોડ રૂપિયા લીધા હતા.


રોહિત શેટ્ટી- ખતરોં કે ખિલાડી


રોહિત શેટ્ટીએ 'ખતરો કે ખિલાડી સીઝન 13'ના એક એપિસોડ માટે 50 હજાર રૂપિયા ચાર્જ કર્યા હતા. રોહિત ઘણા વર્ષોથી આ શોને હોસ્ટ કરી રહ્યો છે.


કરણ જોહર- કોફી વિથ કરણ


કરણ જોહર વર્ષોથી 'કોફી વિથ કરણ' શો હોસ્ટ કરી રહ્યો છે. કરણ આ શોને હોસ્ટ કરવા માટે લગભગ 1 થી 2 કરોડ રૂપિયા લે છે.


કંગના રનૌત- લોકઅપ


કંગના રનૌતે શો 'લોકઅપ' દ્વારા ભારે હોબાળો મચાવ્યો હતો. કંગનાએ આ શો માટે લગભગ 1 કરોડ રૂપિયા લીધા હતા.


આ પણ વાંચો:


ફિલ્મ માટે ફિલ્મમેકરે સેક્સની ઓફર કરી, ના કહી તો ફિલ્મમાંથી કરી બહાર : ઈશા ગુપ્તા


Tiger 3 માં શાહરુખ-સલમાનના એક સીન પર ખર્ચ થયા 30 કરોડ, જય-વીરુ જેવી દેખાશે આ જોડી


રાઘવ- ડાન્સ પ્લસ


રાઘવ ઘણા રિયાલિટી શો હોસ્ટ પણ કરે છે. પરંતુ 'ડાન્સ પ્લસ' શો માટે રાઘવ પ્રતિ એપિસોડ 2 થી 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે.


આદિત્ય નારાયણ


આદિત્ય નારાયણ ઘણા રિયાલિટી શો હોસ્ટ કરી ચૂક્યો છે. આ શોમાં 'ઈન્ડિયન આઈડલ', 'સારેગામાપા', 'એક્સ ફેક્ટર ઈન્ડિયા' અને 'એન્ટરટેઈનમેન્ટ કી રાત'નો સમાવેશ થાય છે. તે ફી તરીકે 3 થી 4 લાખ રૂપિયા લે છે.