COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી દિલ્હીઃ સ્વર્ગીય એક્ટર ઈરફાન ખાનના પુત્ર બાબિલ ખાન પણ હવે પોતાના પિતાની જેમ ફિલ્મો તરફ આગળ વધી રહ્યા છે. જેના કારણે તેમણે પોતાના ભણવાનું છોડવું પડ્યું છે. બાબિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોતે કોલેજમાંથી ડ્રોપ લીધો હોવાની માહિતી આપી છે. બાબિલની જેવા ઘણા એક્ટર્સ અને એક્ટ્રેસ છે જેમણે બોલીવૂડમાં કરિયર માટે ભણવાનું છોડ્યું હતું. કોલેજ ડ્રોપ કરવાની લિસ્ટમાં પ્રિયંકા ચોપડા, દિપીકા પાદુકોણ, આલિયા ભટ્ટ સાથે અનેક એક્ટર્સ સામેલ છે. તો ચાલો જાણીએ કોણ ક્યાં સુધી ભણ્યું છે.


શાહરુખ ખાન-
કિંગ ખાને ગ્રેજુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે પોસ્ટ ગ્રેજુએશનમાં એડમિશન લીધું હતું. પરંતું, એક્ટિંગ લાઈનમાં કરિયર બનાવવા માટે તેમણે ભણવાનું છોડી દીધું હતું.


સુશાંત સિંહ રાજપૂત-
સુશાંત એન્જિનિયરિંગના વિદ્યાર્થી હતા. તેમણે દિલ્લી કોલેજ ઑફ એન્જિનિયરિંગની એન્ટ્રન્સ એક્ઝામમાં 7મો રેન્ક મેળવ્યો હતો. સુશાંત ફિઝિક્સમાં નેશનલ ઓલ્મિપિયાડ વિનર પણ હતો. પણ એક્ટિંગમાં કરિયર બનાવવા માટે સુશાંતે થર્ડ યરમાં કોલેજ છોડી હતી.


રણબીર કપૂર-
રણબિર ગ્રેજુએશન કરી રહ્યો હતો, જ્યારે તેને પ્રથમ ફિલ્મની ઓફર મળી હતી. આ ઓફર મળ્યા પછી રણબિર ભણવાનું છોડીને એક્ટિંગમાં કરિયર બનાવવાની શરૂઆત કરી.


પ્રિયંકા ચોપડા-
પ્રિયંકા 12માં ધોરણમાં હતી, ત્યારે પ્રિયંકાએ મિસ વર્લ્ડનું ટાઈટલ જીત્યું હતું. ત્યારબાદ, તેને ઘણી ઓફર્સ મળવા લાગી. જેના પગલે તેણે 12માં ધોરણ પછી મૉડલિંગ અને એક્ટિંગ કરવાનું શરૂ કરી દિધું હતું.


સલમાન ખાન-
સલમાન ખાને કોલેજને અધવચ્ચે જ છોડી દીધી હતી. જે બાદ સલમાને પણ પોતાના ફેમિલી બેગ્રાઉન્ડ પર ચાલતા એક્ટિંગમાં કરિયર બનાવ્યું હતું.


દીપિકા પાદુકોણ-
દીપિકા પાદુકોણને ગ્રેજુએશનના દિવસોમાં મોડલિંગ માટેના ઓફર્સ મળવા લાગ્યા હતા. જેના પગલે બોલીવૂડમાં પોતાનું કરિયર બનાવવા માટે દીપિકાએ વચ્ચેથી જ ગ્રેજુએશન છોડી દીધું હતું.


અક્ષય કુમાર-
અક્ષય કુમારે માર્શલ આર્ટસ શીખવા માટે ભણવાનું છોડી દીધું હતું. માર્શલ આર્ટસ શીખ્યા બાદ ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવવા માટે તેમણે શરૂઆત કરી હતી.


શ્રદ્ધા કપૂર-
શ્રદ્ધા કપૂરે બૉસ્ટન યૂનિવર્સિટીમાંથી સાઈક્લોજી કોર્સમાં એડમિશન મેળવ્યું હતું. સાઈક્લોજીના કોર્સ દરમિયાન તેને તીન પત્તી ફિલ્મની ઓફર મળી હતી. જેના કારણે શ્રદ્ધાએ એડમિશન લીધાના 1 વર્ષ બાદ જ કોલેજ છોડી હતી.


કેટરિના કેફ-
બોલીવૂડ એક્ટ્રેસ કેટરિના કેફ બાળપણથી જ એક દેશથી બીજા દેશમાં ફરતી રહી છે. જેના કારણે ક્યારે પણ કેટરિનાને એક શાળામાં ભણવાનો મોકો નથી મળ્યો. કેટરિના પોતાના ઘરેથી જ ભણતી હતી અને મોડલિંગમાં કરિયર શરૂ કર્યા બાદ કેટરિનાએ ભણવાનું છોડી દીધું.


આમિર ખાન-
બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ ફિલ્મોમાં દરેક બાબતનું ધ્યાન રાખે છે. પણ તેમણે પોતાના ભણતરમાં એટલું ધ્યાન નથી આપ્યું. આમિરે 12માં ધોરણ બાદ ફિલ્મ લાઈન જોઈન કરી લીધી હતી. તેમણે આગળ ભણવાના બદલે ફિલ્મોમાં કરિયર બનાવવાનું પસંદ કર્યું.


ઐશ્વર્યા રાય બચ્ચન-
એશ્વર્યા બાળપણથી બ્રાઈટ સ્ટૂડન્ટ હતી અને તેમણે આર્કિટેક્ચરમાં એડમિશન લીધું હતું. જો કે ફિલ્મોમાં આવવા માટે એશ્વર્યાએ અધવચ્ચે જ ભણવાનું છોડ્યું હતું.


આલિયા ભટ્ટ-
આલિયાએ ખૂબ જ નાની ઉંમરે બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. આલિયાએ 12મું ધોરણ પાસ કર્યું છે અને આગળ ભણે તે પહેલાં જ તેને ફિલ્મોમાંથી ઓફર આવવા લાગી.