ટીમ ઈન્ડિયાને ચિયર કરવા કાર્ડિફ પહોંચી અનુષ્કા શર્મા
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારે ટી-20 શ્રેણીની બીજી મેચ રમાશે.
કાર્ડિફઃ ટીમ ઈન્ડિયા આ દિવસોમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે અને તે યજમાન દેશ વિરુદ્ધ શુક્રવારે બીજી ટી-20 મેચ રમશે. આ અવસરે ટીમને ચિયર કરવા માટે કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ કાર્ડિફ પહોંચી ગઈ છે. અનુષ્કા વિરાટની સાથે એક બસમાંથી ઉતરતી દેખાઈ છે.
વિરુષ્કાનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, ટીમ ઈન્ડિયા 3 ટી-20 મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે અને પોતાનો બીજો મેચ કાર્ડિફમાં રમશે. કાર્ડિફમાં ટી20 જીત્યા બાદ ટીમ ઈન્ડિયા શ્રેણી કબજે કરી લેશે. આ અવસર પર અનુષ્કાનું વિરાટ સાથે હોવું એક ખાસ ક્ષણ હશે.
ઇન્સ્ટાગ્રામ પર વિરુષ્કા ફેન ફોલોવિંગ (virushka_folyf) પેજે કાર્ડિફમાં હાજર વિરાટ અને અનુષ્કાની એક નાની વીડિયો ક્લિપ અને કેટલિક તસ્વીરો જારી કરી છે, જેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, આ પ્રથમ અવસર હશે જ્યારે ટીમ ઈન્ડિયામાં ઈંગ્લેન્ડમાં ટી20 શ્રેણી પોતાના નામે કરશે. આ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં કોઈ ટી20 મેચ જીતી ન હતી.
માનચેસ્ટરમાં રમાયેલી પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં વિરાટ કોહલીએ ટી20 ઈન્ટરનેશનલમાં 2000 રન પૂરા કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ટી20ની 2000 રનની ક્લબમાં એન્ટ્રી કરનાર તે વિશ્વનો ચોથો અને ભારતનો પ્રથમ બેટ્સમેન છે.
આ સિવાય વિરાટે સૌથી ઝડપી 2000 રન પૂરા કર્યા છે. તેણે 60 મેચ રમીને 56 ઈનિંગમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલા આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમના નામે હતો, તેણે 75 મેચની 68 ઈનિંગ રમીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.