નવી દિલ્હી : ટીવી સ્ક્રીનની જાણીતી એક્ટ્રેસ નલિની નેગી વિશે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. નલિની સાથે તેની રૂમમેટે બહુ જોરદાર મારામારી કરી છે અને એમાં તેની માતાએ સાથ આપ્યો છે. હવે આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. નલિનીએ આ વાતની જાણકારી આપતા જણાવ્યું છે કે તેની રૂમમેટ પ્રીતિ રાણા અને તેની માતાએ નલિની પર જીવલેણ હુમલો કર્યો છે. નલિની ટીવી સીરિયલ ‘નામકરણ’ અને ‘સ્પિલિટ્સવિલા’માં જોવા મળી છે. આમ, નલિનીએ હાલમાં જ પોતાની રૂમમેટ પર ગંભીર આરોપ લગાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"230734","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


(વાઇરલ તસવીર)


ઘટનાની વિગતો જોઈએ તો નલિની અને તેની રૂમમેટ પ્રીતિ એક જ ફ્લેટમાં રહેતા હતા. બાદમાં નલિનીએ ઓશીવારામાં ફ્લેટ ખરીદ્યો અને ત્યાં શિફ્ટ થઈ ગઈ અને પ્રીતિ બીજા મકાનની શોધમાં હતા. પ્રીતિને રહેવા માટે ઘર ના મળતા તેણે થોડા દિવસ પોતાના ફ્લેટમાં રહેવા દેવા નલિનીને વિનંતી કરી. નલિનીના જણાવ્યા પ્રમાણે એ વખતે તેના પેરેન્ટ્સ થોડા દિવસ માટે દિલ્હી ગયા હોવાથી પ્રીતિની વાત સ્વીકારી લીધી. નલિનીની મંજૂરી મળતાં જ પ્રીતિ તેની મમ્મી સાથે એક્ટ્રેસના ઘરે રહેવા આવી ગઈ. નલિનીને લાગ્યું કે, પ્રીતિની મમ્મી તેની મદદ માટે આવે છે અને તે ઘર શિફ્ટ કરશે પછી સામાન ગોઠવવામાં મદદ કરીને જતી રહેશે પરંતુ પ્રીતિની મમ્મી પણ સાથે રહેવા લાગી. નલિની નેગીના જણાવ્યા પ્રમાણે પ્રીતિની મમ્મી સાથે થોડા દિવસ બાદ તેની બોલાચાલી થવા લાગી.


Photo: સારા અને ઇબ્રાહિમનો નથી કોઈ ચાન્સ, 'આ' છે અમૃતા માટે ખાસ 


સમગ્ર ઘટનાની વિગતો જોતા નલિનીએ કહ્યું, “એક દિવસ હું મારી ફ્રેન્ડ સાથે જિમ જતી હતી ત્યારે પ્રીતિની મમ્મીએ બોલાચાલી શરૂ કરી દીધી. બાદમાં પ્રીતિને બોલાવીને કહ્યું કે, હું ખોટી રીતે વાત કરું છું. વાત એટલી વણસી ગઈ કે, પ્રીતિ અને તેની મમ્મી બંનેએ સાથે મળીને મારા પર હુમલો કર્યો. મારી વાત ના સાંભળી અને ગ્લાસ લઈને મારા પર હુમલો કર્યો. તેઓ મને મારી નાખવા માગતા હતા. હું એક્ટ્રેસ છું એટલે તેમનો પ્લાન મારો ચહેરો ખરાબ કરવાનો હતો. હું તેમાંથી માંડમાંડ બચી છું. આ ઘટનાની જાણ થતાં જ મારા માતા-પિતા મુંબઈ પાછા આવી ગયા.”


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...