નવી દિલ્હીઃ બોલીવુડ અને ટીવી અભિનેત્રી દિગાંગના સૂર્યવંશી  (Digangana Suryavanshi) ઉપર હુમલો થયો છે પરંતુ તમે આ હુમલાને જોઈને તમારૂ હસવુ રોકી શકશો નહીં. દિગાંગનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિગાંગના પર થયો હુમલો
આ વીડિયોમાં દિગાંગના (Digangana Suryavanshi) એક મોર પાસે ઉભેલી જોવા મળી રહી છે. તેમાં તે મોર સામે જોઈ ધીમે-ધીમે આગળ વધી રહી છે. આ દરમિયાન અચાનક મોર ઉડીને તેના તરફ આવ્યો અને હુમલો કરી દીધો. અચાનક થયેલા હુમલાને કારણે દિગાંગના ડરી જાય છે અને રાડો પાડે છે. 


Sara Ali Khan એ દેખાડી પોતાની અસલી ટેલેન્ટ, લોકોએ કહ્યું- Overacting ની દુકાન  


દિગાંગનાનું કરિયર
ઉલ્લેખનીય છે કે દિગાંગના (Digangana Suryavanshi) ને ટીવી શો એક વી ર કી અરદાસ.. વીરાથી લોકપ્રિયતા મળી હતી. આ શો સાથે તેણે પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે બિગ બોસ 9માં જોવા મળી હતી. ત્યારબાદ તેણે ફિલ્મ ફ્રાઇડે અને જલેબી પણ કરી હતી. હવે તે અર્જુન રામપાલની ફિલ્મ 'ધ બેટલ ઓફ ભીમા કોરેગાંવ'માં પણ જોવા મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube