VIDEO: દિશા પટણીએ રક્ષાબંધન પહેલાં જ આપી ભાઇને ભેટ, લાખો લોકોએ કરી લાઇક
આ વીડિયોમાં દિશાએ જણાવ્યું કે તેમનો ભાઇ તેમનાથી 10 વર્ષ નાનો છે અને એટલા માટે તે ખૂબ ખાસ છે.
નવી દિલ્હી: ભાઇ-બહેનના પાવન સંબંધનો તહેવાર રક્ષાબંધન 26 ઓગસ્ટ રવિવારે આખા દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર જ્યાં બજારમાં રોનક છે તો બીજી તરફ સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના કેમ્પેન ચલાવવામાં આવી રહ્યા છે. બોલીવુડ અભિનેત્રી દિશા પટણીએ પોતના ઇંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પોતાના ભાઇ સૂરને સરપ્રાઇઝ ભેટ આપતી જોવા મળી રહી છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો લાઇક કરી ચૂક્યા છે.
દિશાએ વીડિયો શેર કરતાં લખ્યું કે નવી યાદો બની રહી છે અને જૂની તાજો કરી રહી છું. આ વીડિયોમાં દિશાએ જણાવ્યું કે તેમનો ભાઇ તેમનાથી 10 વર્ષ નાનો છે અને એટલા માટે તે ખૂબ ખાસ છે. તેમના બાળપણની સૌથી પ્રિય ફોટાને દિશાએ નવા અંદાજમાં ફરીથી યાદોને ઝરખામાં સાચવવાનો પ્લાન બનાવ્યો. બોલીવુડના ઘણા બધા સેલેબ્સ આ તહેવારને ખૂબ શાનદાર રીતે ઉજવે છે. આ અવસર પર ગ્લેમરસ ઇંડસ્ટ્રીમાં પણ ખૂબ રોનક જોવા મળે છે.
રક્ષાબંધનની પૂજા અને શુભ મુહૂર્ત
હિંદુ ધર્મની માન્યતા અનુસાર રક્ષાબંધનની પૂજા સુધી ભાઇ અને બહેનને ભૂખ્યા પેટે રહેવું જરૂરી હોય છે. કહેવામાં આવે છે કે ભૂખ્યા પેટે પૂજા કરવાથી ભાઇ અને બહેનની પૂજા સફળ થાય છે અને જે વાયદા કરવામાં આવે છે તે હંમેશા પુરા થાય છે. રાખડીની રસમ નિભાવ્યા બાદ ભાઇ અને બહેન બંનેમાંથી જે પણ નાનું હોય છે તેને આર્શિવાદ આપે છે. આ વર્ષે 26 ઓગસ્ટના રોજ સવારે 05:59 સવારે થી 17:25 સુધી રાખડીનું મુહૂર્ત શુભ છે.