VIDEO: દિશા પટાનીએ ભાઇને આપી અનોખી ગિફ્ટ, લાખો લોકો કરી રહ્યા છે લાઇક
બોલિવુડ અભિનેત્રી દિશા પટણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો જેમાં તે પોતાનાં ભાઇને અનોખી સરપ્રાઇઝ આપતી જોવા મળી રહી છે
નવી દિલ્હી : ભાઇ-બહેનના પાવન સંબંધોનો તહેવાર રક્ષાબંધન 26 ઓગષ્ટ રવિવારનાં દિવસે દેશમાં મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે જ્યારે બજારોમાં રોનક છે તો બીજી તરફ સોશ્યલ મીડિયા પર ઘણા પ્રકારના કેમ્પેઇન ચલાવી રહ્યા છે. બોલિવુડ અભિનેત્રી દિશા પટાણીએ પોતાનાં ઇન્સ્ટાગ્રામ પર એખ વીડિયો શેર કર્યો જેમાં તે પોતાનાં ભાઇ સુરીને સરપ્રાઇઝ ગિફ્ટ આપતી જોવા મળે છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો લાઇક કરી ચુક્યા છે.
દિશાએ વીડિયો શેર કરતા લખ્યુ કે, નવી યાદો બનાવી રહી છું અને જુની યાદો તાજા કરી રહી છું. આ વીડિયોમાં દિશાએ જણાવ્યું કે તેમનાં ભાઇ તેમને 10 વર્ષ નાનો છે અને એટલા માટે તેઓ તેમના માટે ખુબ જ ખાસ છે. તેના બાળપણની સૌથી યાદગાર તસ્વીરને દિશાએ નવા અંદાજમાં ફરીથી યાદોના જરૂખા પર સંજોવા માટેનો પ્લાન બનાવ્યો.
બોલિવુડમાં ઘણા બધા સેલેબ્રિટી આ તહેવારને ઘણી શાનદાર રીતે મનાવે છે. આ પ્રસંગે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણી રોનક જોવા મળે છે. હિંદુ ધર્મની માન્યતા અનુસાર રક્ષાબંધનની પુજા સુધી ભઆઇ અને બહેન ભુખ્યા પેટે રહેવું ફરજીયાત હોય છે. કહેવાય છે કે ખાલી પેટે પુજા કરવાથી ભાઇ અને બહેનની પુજા સફલ થાય છે અને જે વચન આપવામાં આવે છે તે હંમેશા પુર્ણ થાય છે.
રાખડી બાંધ્યા બાદ ભાઇ અથવા બહેન જે પણ નાનું હોય તેણે આશિર્વાદ લેવાના હોય છે. આ વર્ષે 26 ઓગષ્ટે સવારે 05.59થી સાંજના 05.25 વાગ્યા સુધી રાખડી બાંધવા માટેનું મુહર્ત શુભ છે.