Actress Dolly Sohi: ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી માટે શુક્રવાર દુ:ખદ સમાચાર સાથે શરુ થયો છે. ટીવી જગતની જાણીતી અભિનેત્રી અમનદીપ સોહીના નિધનના કલાકોમાં જ 48 વર્ષીય અભિનેત્રી ડોલી સોહીનું સર્વાઇકલ કેન્સરના કારણે નિધન થયું છે. ડોલી સોહી અને અમનદીપ સોહી બંને બહેનો હતી. ડોલી સોહીના નિધનના કલાકો પહેલા જ તેની બહેન અમનદીપ સોહીએ દુનિયાને અલવિદા કહી દીધું હતું. અમનદીપ સોહીને કમળો હતો અને તેની સારવાર ચાલી રહી હતી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: બ્રહ્માસ્ત્ર થી લઈ OMG 2... ભગવાન શિવની શક્તિ દર્શાવે છે બોલીવુડની આ 5 ફિલ્મો


શુક્રવારનો દિવસ ટીવી ઇન્ડસ્ટ્રી માટે દુઃખદ સાબિત થયો છે. ડોલી સોહી અને અમનદીપ સોહી તેના દમદાર અભિનયના કારણે ઘરે ઘરમાં પ્રખ્યાત અભિનેત્રી હતી. બંને બહેનોએ અભિનય ક્ષેત્રે સફળતા મેળવવાની શરૂઆત કરી જ હતી. બંને બહેનોના નિધનના સમાચારની પુષ્ટિ તેમના ભાઈ મન્નુ સોહીએ કરી હતી. 


મન્નુ સોહીએ આ અંગે જણાવ્યું હતું કે, ડોલી સોહીનું નિધન શુક્રવારે સવારે 4 કલાકે થયું છે. ડોલી અને અમનદીપ બંને બહેનો મુંબઈની અપોલો હોસ્પિટલમાં દાખલ હતી. અમનદીપને કમળો થયો હતો તેની સારવાર ચાલી રહી હતી અને ડોલી સર્વાઇકલ કેન્સરની પેશન્ટ હતી. ગુરુવારે અમનદીપે દુનિયાને અલવિદા કીધુ અને શુક્રવારે વહેલી સવારે તેની બહેન ડોલી સોહીનું પણ નિધન થયું. ગણતરીની જ કલાકોમાં બંને અભિનેત્રીનું નિધન થતાં પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયો છે. 


આ પણ વાંચો: The Great Indian Kapil Show માં વર્ષો પછી સાથે જોવા મળશે કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર


48 વર્ષીય ડોલી સોહી બે દાયકાથી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ હતી. ડોલી સોહીએ અત્યાર સુધીમાં કુસુમ, ભાભી, તુમ સંગ પ્રીત લગાઈ, હિટલર દીદી, દેવો કે દેવ મહાદેવ જેવી ટીવી સિરિયલમાં કામ કર્યું છે. ગત વર્ષે જ તેમને ખબર પડી કે તેને સર્વાઇકલ કેન્સર છે. ત્યારબાદ તેની સારવાર ચાલી રહી હતી. સર્વાઇકલ કેન્સરની ખબર પડી ત્યારે ડોલી જનક શોમાં કામ કરી રહી હતી. કેન્સરની સારવાર માટે તેણે આ શો છોડ્યો હતો. 


આ પણ વાંચો: OTT પર રિલીઝ થશે પરિણીતી-દિલજીતની ફિલ્મ Chamkila, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ


ડોલી સોહીની બહેન અમનદીપ છેલ્લા એક મહિનાથી કમળાની સારવાલ લઈ રહી હતી. એક મહિનાથી તેની સારવાર ચાલી રહી હતી. પરંતુ તેની તબિયતમાં કોઈ સુધારો ન થયો અને ગુરુવારે અમનદીપનું નિધન થયું. અમનદીપ સોહી બદતમીસ દિલ સીરીયલ થી ઘરે ઘરમાં પ્રખ્યાત થઈ હતી.