હૈદરાબાદ : આંધ્રપ્રદેશનાં એક ખેડૂતે પાકને ખરાબ નજરથી બચાવવા માટે ખેતરમાં બિકીની પહેરેલી સની લિયોનીનું એક પોસ્ટર લગાવ્યું હતું. જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગયું હતું. હવે તેલંગાણાનાં એક ખેડૂતે સિંઘમ ફેમ એક્ટ્રેસ કાઝલ અગ્રવાલની તસ્વીર બે એકરનાં ખેતરમાં લગાવી દીધી છે. પોતાનાં એકરમાં ખેતરમાં લગાવી દીધ છે. ખેડૂતે જણાવ્યું કે આના કારણે ફાયદો પણ થવા લાગ્યો છે. 30 વર્ષનાં ખેડૂત અનવરે શાકભાજીનાં ખેતરમાં કાઝલનાં બે કટ આઉટ પોસ્ટર લગાવ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી 120 કિલોમીટર દુર સંગારેડ્ડી જિલ્લાનાં ગોલાપલ્લી ગામમાં રહેનારા અનવરની ફેવરેટ અભિનેત્રી કાઝલ અગ્રવાલ છે. મુંબઇ મિરરમાં છપાયેલા સમાચાર અનુસાર અનવરે તેમ પણ કહ્યું કે, થોડા દિવસો પહેલા મે ખેતરમાં કાઝલનાં બે કટઆઉટ લગાવ્યા હતા. અંતર હું સ્પષ્ટ રીતે જોઇ શકુ છું. પહેલા ખેતર સુકાઇ જતુ હતું જેનાં કારણે મને ખુબ જ નુકસાન થતું હતું. હવે પોધાઓ બચી રહ્યા છે. 

ખેડૂતે કહ્યુ કે, તેમનું ખેતર મેઇન રોડના કિનારે છે. આસપાસથી પસાર થનારી દરેક વ્યક્તિ તેના ખેતર પર નજર રાખે છે. લોકો કહે છે કે ખરાબ નજરનાં કારણે તેને પાકમાં નુકસાન થઇ રહ્યું છે. ખેડૂતે કહ્યું કે, હવે દરેક વ્યક્તિ કાઝલની તસ્વીર જોશે અને ખેતર તરફથી નજર હટી જશે. તેમણે કહ્યું કે, જે લોકો મારા આઇડિયા પર હસશે તેઓ કાઝની તસ્વીર જોશે. અનવરે કહ્યું કે, તેનાં પિતાને તે વાત ખબર નથી કે તે કાઝલનો ખુબ જ મોટો ફેન છે. એટલા માટે તેમણે કહ્યું હતું કે કાઝલની તસ્વીર લગાવી દો.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આંધ્રપ્રદેશનાં નેલ્લોર જિલ્લામાં ખેડૂત એ ચેંચુ રેડ્ડીએ પાકને બર્બાદ થતો બચાવવા માટે સની લિયોનીનાં બે પોસ્ટર ખેતરમાં લગાવ્યા હતા. તે પોસ્ટર પર તેલુગૂમાં લખ્યું હતું, મારાથી ઝલસો નહી.