Dark Secret Of Bollywood: બોલીવુડની રંગીન દુનિયા પાછળ ઘણા ડાર્ક સીક્રેટ છુપાયેલા છે. આવું એક સીક્રેટ જૂના જમાનાની અભિનેત્રી માલા સિન્હા સાથે જોડાયેલું છે. આ વાતથી મોટાભાગના લોકો અજાણ છે. માલા સિન્હા જેને આજે પણ તેના ઉત્તમ અભિનય અને સુંદરતા માટે યાદ કરવામાં આવે છે તેના જીવન સાથે આ ડાર્ક સીક્રેટ જોડાયેલું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભિનેત્રી માલા સિન્હાએ 4 દાયકા સુધી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ દરમિયાન તેણે ઘણી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે માલા સિન્હાની લોકપ્રિય ફિલ્મોમાં 'આંખે', 'દિલ તેરા દિવાના', 'ગુમરાહ', 'અપને હુયે પરાય', 'આસરા', 'દો કલિયાં'નો સમાવેશ થાય છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે માલા સિન્હા અભિનેત્રી અને ગાયિકા પણ હતી. પરંતુ માલા સિન્હાના જીવનનું જ્યારે આ સીક્રેટ સામે આવ્યું તો ઈંડસ્ટ્રીમાં હોબાળો મચી ગયો હતો.


આ પણ વાંચો:


Salaar Starcast: સાલાર ફિલ્મની સ્ટાર કાસ્ટની ફી એક તરફ અને એકલા પ્રભાસની ફી એકતરફ..


Salaar Teaser: પ્રભાસની ફિલ્મ સાલારનું ટીઝર રિલીઝ, પ્રભાસને જોઈ રુવાડા થઈ જશે ઊભા


SRK એ વગાડ્યો ડંકો Jawan અને Dunki ફિલ્મે રિલીઝ પહેલા કરી 480 કરોડની કમાણી


મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વિવાદ ત્યારે શરુ થયો જ્યારે માલા સિન્હાના ઘરે ઈન્કમ ટેક્સ વિભાગના દરોડા પડ્યા હતા. માલા સિન્હા વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિની ફરિયાદ થવા પર આવકવેરા વિભાગે માલા સિન્હાના ઘરે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન અભિનેત્રીના ઘરના બાથરૂમની દિવાલોમાં છુપાવેલા 12 લાખ રૂપિયા મળી આવ્યા હતા. તે સમયે 12 લાખ રૂપિયા બહુ મોટી રકમ ગણાતા હતા. સૌથી પહેલા તો જ્યારે વાત સામે આવી કે અભિનેત્રીના ઘરમાં 12 લાખ મળ્યા ત્યારે ખળભળાટ મચી ગયો. 


ત્યારબાદ આ રુપિયા ક્યાંથી આવ્યા તેનું કારણ માલા સિન્હાએ જણાવ્યું ત્યારે ઈન્ડસ્ટ્રીના લોકોમાં પણ સોપો પડી ગયો હતો. આવકવેરા વિભાગે 12 લાખની રકમ જપ્ત કરવાની તૈયારી શરુ કરી હતી. કારણ કે આ આવકના નક્કર પુરાવા ન હતા. પરંતુ માલા સિન્હાના પિતા અને અભિનેત્રી આ પૈસા જપ્ત ન થાય તેવું ઈચ્છતા હતા. આવી સ્થિતિમાં એવું કહેવાય છે કે વકીલની સલાહ પર માલા સિન્હાએ કોર્ટમાં લેખિતમાં આપ્યું હતું કે તેણે આ પૈસા વેશ્યાવૃત્તિથી કમાયા છે. આ નિવેદન બાદ અભિનેત્રીને 12 લાખ પરત મળ્યા હતા. પરંતુ જ્યારે આ વાત બહાર આવી ત્યારે ભારે હોબાળો થયો અને માલા સિન્હાની ઈમેજ પણ ખરાબ થઈ ગઈ.