Neene Gupta: નીના ગુપ્તાએ વિવિયન રિચર્ડ્સ સાથે સંબંધો પર મૌન તોડ્યું, કહ્યું- તેને ક્યારેય નફરત નથી કરતી
બધાઈ હો અને શુભ મંગલ વધુ સાવધાન ફેમ નીના ગુપ્તાએ એક ઈન્ટરવ્યૂમાં એક્સ બોયફ્રેન્ડ અને બેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર વિવિયન રિચર્ડસ સાથે પોતાના સંબંધો પર વાત કરી છે.
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી નાના ગુપ્તા આ દિવસમાં ખુબ ચર્ચામાં છે. તે સોશિયલ મીડિયા પર એકથી એક સારા વીડિયો અને ફોટો શેર કરતી રહે છે, જેને લોકો ખુબ પસંદ પણ કરે છે. તે પોતાની દરેક વાત સ્પષ્ટ રીતે રાખે છે. પોતાનું જીવન પોતાની રીતે જીવે છે. તેને લોકો શું કહેશે તેનાથી ફેર પડતો નથી. હવે એક ઈન્ટરવ્યૂમાં અભિનેત્રીએ એક્સ બોયફ્રેન્ટ અને વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર વિવિયન રિચર્ડ્સની સાથે પોતાના સંબંધો પર મૌન તોડ્યું છે અને ઘણી ચોંકાવનારી વાત કહી છે.
હકીકતમાં નીના ગુપ્તાને રિલેશનશિપ વિશે પૂછવામાં આવ્યું તો તેણે બોલીવુડ બબલ સાથે ખાસ વાતચીતમાં કહ્યું, 'એવું માનવું છે કે જ્યારે તમે એકવાર કોઈને પ્રેમ કરો છો તો તમે તેને નફરત કઈ રીતે કરી શકો છો? તમે જીવી ન શકો, તમે સાથે ન રહી શકો. હું મારા એક્સ બોયફ્રેન્ડને નફરત કરતી નથી. હું મારા પૂર્વ પતિથી પણ નફરત કરતી નથી. મારે કેમ નફરત કરવી જોઈએ? જો કોઈ મને એટલો ખરાબ લાગે છે તો હું તેની સાથે બાળકો પેદા કરૂ? હું પાગલ છું શું?'
આ પણ વાંચોઃ દીપિકાએ પર્સનલ લાઈફ અંગે કર્યો મોટો ખુલાસો, કહ્યું- વારંવાર આવતો હતો આત્મહત્યાનો ખ્યાલ
મસાબા ગુપ્તા-વિવિયન રિચર્ડ્સ વચ્ચે સારા સંબંધ
ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તાના પિતા વિવિયન રિચર્ડ્સ છે. બંનેના સંબંધ ખુબ સારા છે. બંને સાથે ઘણો સમય પસાર કરે છે. ફેશન ડિઝાઇનર પણ સોશિયલ મીડિયા તેની સાથે તસવીરો શેર કરી રહે છે. પરંતુ તેના માતાપિતા સાથે નથી પરંતુ ક્યારેય નીનાએ તે બંનેના સંબંધોમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કર્યો નથી. આ અમે નહીં ખુદ તેની પુત્રી મીડિયાને જણાવી ચુકી છે. તેણે કહ્યું હતું- ક્યારેય માતાએ મારા અને પિતાના સંબંધો ખરાબ કરવાનો પ્રયાસ નથી કર્યો. હું એક એડલ્ટ છું અને મેં પિતાની સાથે સારા સંબંધ બનાવ્યા છે. માતાએ મને હંમેશા નિર્ણયો લેવાની છૂટ આપી છે. કોણ મારા જીવનમાં શું કરશે, તે તેણે મારા પર છોડી રાખ્યું છે.
મસાબાને નીના ગુપ્તાએ મોટી કરી
નોંધનીય છે કે નીના ગુપ્તા અને વિલિયન રિચર્ડ્સ 1980ના સમયમાં રિલેશનમાં હતા. તે તેના બાળકની માતા પણ બની હતી. પરંતુ તેના લગ્ન થયા નહીં પરંતુ અભિનેત્રીએ 1989મા મસાબાને જન્મ આવ્યો અને સતત ક્રિકેટરના ચટમાં રહી. પુત્રી પણ હંમેશા મળતી રહે છે. તે તેની નજીક છે, તેમ કહેવામાં આવે છે. તે સમયે વિવિયન પરણેલા હતા તો તેમણે અભિનેત્રી માટે પોતાની પત્નીને છોડવાની ના પાડી દીધી. તો નીનાએ મસાબાને પોતાની જાતે મોટી કરી. પછી 2008મા નીનાએ વિવેક મેહરા સાથે લગ્ન કરી લીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube