Rashmika Mandanna Fake Viral Video : દક્ષિણથી લઈને બોલીવુડ ફિલ્મો સુધીની પોતાની અદાકારીનો જલવો દેખાડનારી રશ્મિકા મંદાના હાલ પોતાની આવનારી ફિલ્મ એનિમલને લઈને ચર્ચામાં છે. આ બધા વચ્ચે રશ્મિકા મંદાનાનો એક  ફેક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને તેના ફેન્સમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. બીજીબાજુ બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ રશ્મિકાના આ ફેક વાયરલ વીડિયો પર ચિંતા વ્યક્ત કરી છે. 


વાત જાણે એમ છે કે રશ્મિકા મંદાનાનો એક ફેક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ખુબ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. તેને જોયા બાદ એકવાર તો ચોક્કસપણે કોઈ તેમના પર ભરોસો કરી લે કે આ રશ્મિકા મંદાનાનો જ વીડિયો છે. જો કે રશ્મિકા મંદાનાના વીડિયોની સચ્ચાઈ સામે આવી છે અને તે ફેક નીકળ્યો છે. આખરે આ મામલો શું છે તે ખાસ જાણો. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube