મુંબઈ: બોલિવૂડની જાણીતી અભિનેત્રી સોનાલી બેન્દ્રે માટે એક ખરાબ સમાચાર આવ્યાં છે. હાલ આ અભિનેત્રી કેન્સર સામે ઝઝૂમી રહી છે. ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને તેણે પોતાની બીમારી અને તેની સામે જે જંગ લડી રહી છે તેની માહિતી આપી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાલી બેન્દ્રેએ બુધવારે એક ભાવુક પોસ્ટ લખીને કહ્યું કે ક્યારેક ક્યારેક તમે તમારા જીવનથી ઓછામાં ઓછી આશા રાખો છો ત્યારે જીવન તમારી તરફ એક કર્વબોલ ફેંકે છે. મને હાલમાં જ હાઈગ્રેડ કેન્સર થયાનું ડાયોગ્નિસિસ થયું છે. અમે તેને  પહેલા સ્પષ્ટ રીતે જોઈ શકતા નહતાં. એક વિચિત્ર પ્રકારના દર્દની ફરિયાદ થયા બાદ ટેસ્ટમાં કેન્સર થયું હોવાનો ખુલાસો થયો. મારા પરિવારના અને નજીકના મિત્રો મારી ચારેબાજુ છે જે મને બેસ્ટ સપોર્ટ આપી રહ્યાં છે.


સોનાલીએ લખ્યું કે હું મારા મિત્રો અને પરિવારની ખુબ આભારી છું. તેની સામે  લડવા માટે પરિવારના સપોર્ટથી સારું કઈ નથી. હાલ ડોક્ટરોની સલાહ બાદ હું અત્યારે ન્યૂયોર્કમાં સારવારની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છું. અમારે આશાવાદી રહેવાનું છે અને હું દરેક પગલે લડવા માટે તૈયાર છું. હું આ જંગ સામે લડી બતાવીશ કારણ કે મારા પાછળ મારો પરિવાર અને મિત્રોની તાકાત છે.



સોનાલી બેન્દ્ર પહેલા અભિનેતા ઈરફાનને લઈને ખરાબ સમાચાર આવ્યાં હતાં. તેને બ્રેઈનની બીમારી છે. હાલ તે લંડનમાં સારવાર કરાવી રહ્યો છે. અત્રે જણાવવાનું કે અનેક સિતારાઓ આ રીતે જંગ લડીને મિસાલ બની ચૂક્યા છે. મનિષા કોઈરાલા, લીઝા રે અને યુવરાજ સિંહે કેન્સર સામે સફળતાપૂર્વક જંગ લડી. સોનાલી હાલમાં જ રિયાલિટી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝમાં જજ તરીકે જોવા મળવાની હતી. પરંતુ સોનાલીની જગ્યાએ શોમાં હુમા કુરેશીએ લીધી છે.


નોંધનીય છે કે મુંબઈમાં જન્મેલી સોનાલી બેન્દ્રેએ 1994માં ગોવિંદાની આગ ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતું. કેરિયરમાં તેણે અનેક સારી ફિલ્મો આપી. જેમાં આમિર ખાનની ફિલ્મ સરફરોશમાં અભિનય બદલ સોનાલીને IIFA એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટ્રેસના ખિતાબથી નવાજવામાં આવી હતી. 12 નવેમ્બર 2002ના રોજ તેણે દિગ્દર્શક ગોલ્ડી બહેલ સાથે લગ્ન કર્યાં અને 11 ઓગસ્ટ 2005ના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં પુત્ર રણવીરને જન્મ આપ્યો.