નવી દિલ્હી: શેખર સુમનના પુત્ર અધ્યયન સુમન અને તેની ગર્લફ્રેન્ડ માયરા મિશ્રા પોતાની રિલેશનશીપને લઈને ખુબ ચર્ચામાં રહે છે. આ વખતે માયરા પોતાના એક ફોટાને લઈને ચર્ચામાં છે. વાત જાણે એમ છે કે માયરાએ રોઝ ડેના અવસરે પોતાની એક ટોપલેસ તસવીર શેર કરી અને ચાહકોને રોઝ ડે વિશ કર્યું. તેની આ ટોપલેસ ફોટો ચર્ચામાં છે. જો કે ચાહકો પણ આ પ્રકારની તસવીર જોઈને સ્તબ્ધ થઈ ગયાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માયરા મિશ્રાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પીઠ બતાવીને ટોપલેસ ફોટો શેર કર્યો છે. ફોટામાં માયરા બ્લ્યુ ડેનિમ પહેરીને પીઠ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેણે આ ફોટા સાથે ફેન્સને રોઝ ડે પર વિશ કર્યું. તેના આ ફોટા પર જો કે મિશ્ર પ્રતિભાવો આવી રહ્યાં છે. 


એક ફેને કોમેન્ટ કરતા લખ્યું કે આ સૌથી હોટેસ્ટ રોઝ છે જેને આજસુધી જોયુ નથી. એકે લખ્યું કે અધ્યયન સુમન માટે સારી ભેટ છે ખરેખર રેડ રોઝ જેવી છે. અત્રે જણાવવાનું કે માયરા અને અધ્યયન સુમનનો એક વીડિયો સોંગ પણ રિલીઝ થયો હતો જેમાં બંનેની કેમિસ્ટ્રી શાનદાર હતી. ચર્ચા એવી પણ હતી કે બંને જલદી લગ્ન કરી શકે છે. અધ્યયન અને માયરાના સંબંધની વાત કરીએ તો બંને એક બીજાને ડેટ કરી રહ્યાં છે. ગણેશ ચતુર્થી પર માયરાએ અધ્યયન અને તેના પરિવાર સાથે તહેવાર ઉજવ્યો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube