Adipurush On OTT: આદિપુરુષ ફિલ્મ જોવા મળશે આ OTT પ્લેટફોર્મ પર, OTT રાઈટ્સની ડીલ વિશે જાણી આવી જશે ચક્કર
Adipurush OTT Release: આ ફિલ્મ 500 કરોડથી વધુના ખર્ચે બની છે. પરંતુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ફિલ્મના મેકર્સ ધૂમ કમાણી કરી રહ્યા છે. તાજેતરમાં જ આદિપુરુષ ફિલ્મને લઈને જાણકારી સામે આવી છે કે આ ફિલ્મે રિલીઝ પહેલા જ વધુ 250 કરોડ રૂપિયા કમાઈ લીધા છે. ફિલ્મની આ કમાણી ઓટીટી રાઈટ્સને લઈને થઈ છે.
Adipurush OTT Release: આદિપુરુષ ફિલ્મને લઈને ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. ફિલ્મી રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ ચાહકો પણ ફિલ્મને જોવા માટે આતુર થઈ રહ્યા છે. આ ફિલ્મ 500 કરોડથી વધુના ખર્ચે બની છે. પરંતુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ફિલ્મના મેકર્સ ધૂમ કમાણી કરી રહ્યા છે. તાજેતરમાં જ આદિપુરુષ ફિલ્મને લઈને જાણકારી સામે આવી છે કે આ ફિલ્મે રિલીઝ પહેલા જ વધુ 250 કરોડ રૂપિયા કમાઈ લીધા છે. ફિલ્મની આ કમાણી ઓટીટી રાઈટ્સને લઈને થઈ છે.
આ પણ વાંચો:
22 વર્ષ પછી જમાઈ બની પાકિસ્તાનને ધ્રુજાવશે સની દેઓલ, ગદર 2નું દમદાર ટીઝર રિલીઝ
કંગનાએ ફરી પોતાની પોસ્ટથી મચાવ્યો ખળભળાટ, રણબીરને કહ્યો દુર્યોધન, કરણ જોહરને શકુની
11 ઓગસ્ટે બોક્સ ઓફિસ પર થશે વર્ષની સૌથી મોટી ટક્કર, 3 દમદાર ફિલ્મો એક સાથે થશે રિલીઝ
250 કરોડમાં થઈ ડીલ
જાણવા મળતી માહિતી અનુસાર આદિપુરુષ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ મેકર્સે તેના ઓટીટી રાઈટ્સ વેચી દીધા છે. આ ફિલ્મ થિયેટરમાં કમાણી કર્યા પછી ઓટીટી પ્લેટફોર્મ પર પણ ધૂમ કમાણી કરશે. 500 કરોડથી વધુ ના ખર્ચે બનેલી આ ફિલ્મને લઈને મેકર્સ કોઈ રિસ્ક લેવા ઇચ્છતા નથી. તેથી શક્ય હોય તેટલી જગ્યાએથી ફિલ્મનો ખર્ચ કાઢવામાં આવી રહ્યો છે. તેવામાં હવે ફિલ્મના ઓટીટી રાઈટ્સ પણ વેચી દેવામાં આવ્યા છે.
આ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે આદિપુરૂષ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આદિપુરુષ ફિલ્મના મેકર્સે 250 કરોડ રૂપિયાની ડીલ એમેઝોન પ્રાઈમ વિડીયો સાથે કરી છે. એટલે કે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયા પછી એમેઝોન પ્રાઈમ વિડીયો પર જોવા મળશે. જોકે ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ ક્યારે આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે આ પહેલા ફિલ્મના મ્યુઝિક રાઇટ્સ, સેટેલાઈટ રાઇટ્સ અને ડિજિટલ રાઈડ્સ પણ વેચવામાં આવ્યા છે અને તેમાંથી ફિલ્મને 432 કરોડની કમાણી થઈ છે.
આદિપુરુષ ફિલ્મને લઈને જે ક્રેઝ લોકોમાં છે તેને લઈને અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે ફિલ્મ પહેલા દિવસે જ 130 કરોડથી વધારેનું કલેક્શન વર્લ્ડવાઈડ કરી શકે છે. જેમાં સાઉથમાં 65 કરોડ, હિન્દી ભાષામાં 35 કરોડ અને વિદેશમાં અંદાજે 30 કરોડનું કલેક્શન થઈ શકે છે.