Aditya Narayan: ફેનને માઈક મારી ફોન ફેંકવાને લઈ આદિત્ય નારાયણ થયો ટ્રોલ, Video વાયરલ થતા મેનેજરે જણાવ્યું ગુસ્સાનું કારણ
Aditya Narayan Video: આ વિડીયો એક ઇવેન્ટનો છે જ્યાં લાઈવ પરફોર્મન્સ દરમિયાન અચાનક જ આદિત્ય નારાયણ એક ફેનના હાથ પર માઈક મારી તેના હાથમાંથી ફોન લઈ અને દૂર ફેંકી દે છે. આ સમગ્ર ઘટના અન્ય કોઈ વ્યક્તિના ફોનમાં કેપ્ચર થઈ ગઈ અને વીડિયો વાયરલ થઈ ગયો.
Aditya Narayan Video: જ્યારે કોઈ સ્ટાર પોતાના ચાહક સાથે ખરાબ વર્તન કરે છે તો તેના ફોટો અને વિડીયો ઝડપથી વાયરલ થાય છે. આવી હરકતના કારણે સ્ટાર્સ પણ મુસીબતમાં મુકાઈ જતા હોય છે. આવી જ મુસીબત હાલ આદિત્ય નારાયણ માટે સર્જાય છે. આદિત્ય નારાયણનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં પોતાના ચાહક સાથે તે જે રીતે વર્તન કરે છે તેને લઈને તે ટ્રોલ થઈ રહ્યો છે. આદિત્ય નારાયણની આ હરકત પર લોકો રોષે ભરાયા છે. આ વિડીયો એક ઇવેન્ટનો છે જ્યાં લાઈવ પરફોર્મન્સ દરમિયાન અચાનક જ આદિત્ય નારાયણ પોતાના એક ચાહક સાથે એવું વર્તન કરે છે જેના કારણે તે મુસીબતમાં મુકાઈ ગયો છે.
આ પણ વાંચો:Love Story: ઋત્વિકથી અરબાઝ સુધી આ બોલીવુડ સ્ટાર્સ છૂટાછેડા પછી ફરીથી પડ્યા પ્રેમમાં
લાઈવ ઇવેન્ટ ચાલી રહી હોય છે અને તેમાં અચાનક જ આદિત્ય નારાયણ એક ફેનના હાથ પર માઈક મારી તેના હાથમાંથી ફોન લઈ અને દૂર ફેંકી દે છે. આ સમગ્ર ઘટના અન્ય કોઈ વ્યક્તિના ફોનમાં કેપ્ચર થઈ ગઈ અને વિડિયો જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. આ વીડિયોને લઈને લોકો પોતાના રિએક્શન આવી રહ્યા છે. મોટાભાગના લોકોને આદિત્ય નારાયણ ૃનું આ વર્તન જરા પણ પસંદ પડ્યું નહીં. હવે આ સમગ્ર મામલે આદિત્ય નારાયણ અને તેના મેનેજરની સ્પષ્ટતાઓ સામે આવી છે.
Dharmendra: લ્યો બોલો, 64 વર્ષની કારર્કિદી પછી ધર્મેન્દ્રએ બદલ્યું પોતાનું નામ
જોકે સમગ્ર ઘટના શું હતી અને આદિત્ય નારાયણએ ફોન શા માટે ફેકીં દીધો તે અંગે તેના મેનેજરે વિસ્તારપૂર્વક સ્પષ્ટતા કરી હતી. આદિત્ય નારાયણના મેનેજરે જણાવ્યું હતું કે. ઇવેન્ટ કોલેજની હતી પરંતુ જે વ્યક્તિ સ્ટેજ પાસે હતો તે કોલેજનો નહીં પરંતુ કોલેજની બહારનો હતો. તે સતત આદિત્ય નારાયણના પગ ખેંચી રહ્યો હતો. ઘણી વખત તેણે તેનો ફોન આદિત્યના પગ પર માર્યો પણ હતો. વારંવાર આવું થતા આદિત્ય નારાયણને ગુસ્સો આવ્યો અને તેણે ફોન ફેંકી દીધો.
આ પણ વાંચો: પ્રેગ્નન્ટ છે અભિનેત્રી યામી ગૌતમ, 4 મહિના પછી આદિત્ય ધરના ઘરે ગુંજશે કિલકારી
મેનેજરે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે આ ઘટના પછી પણ બે કલાક સુધી શો ચાલતો રહ્યો અને કોઈ જ જાતની સમસ્યા થઈ નહીં. સાથે જ તેણે એવી સ્પષ્ટતા પણ કરી કે જો ખરેખર તે વિદ્યાર્થી હોત અને સાચો હોત તો તે પણ સામે આવ્યો હોત.