નવી દિલ્હી: બોલિવૂડમાં દંગલ ગર્લના નામે પ્રખ્યાત ઝાયરા વસીમની એક જાહેરાતથી બોલિવૂડમાં સન્નાટો પ્રસરી ગયો છે. થોડીવાર પહેલા સોશિયલ મીડિયા પર ઝાયરાએ બોલિવૂડ છોડી દેવાની જાણકારી આપી છે. ઝાયરાએ રવિવારે સવારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી બોલિવૂડને અલવિદા કરી દેવાનો ખુલાસો કર્યો છે. ફાતિમાની લાંબી નોટથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેણે ધાર્મિક માન્યતાઓને પગલે આ નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝાયરાએ એક પોસ્ટ શેર કરતા લખ્યુ છે કે 5 વર્ષ પહેલા મેં જે નિર્ણય લીધો હતો, તેણે મારી જિંદગી બદલી નાખી. મેં બોલિવૂડ પ્રવેશ કર્યો. મારી આ મુસાફરી ખુબ થકાવી નાખનારી રહી. આ પાંચ વર્ષોમાં હું મારા અંતરાત્મા સાથે લડતી રહી. નાની અમથી જિંદગીમાં આટલી લાંબી લડાઈ હું કરી શકું નહી આથી હું આ ફિલ્ડ સાથે મારો સંબંધ તોડી રહી છું. મેં ખુબ સમજી વિચારીને આ નિર્ણય લીધો છે. 


નેશનલ એવોર્ડ વિજેતા
ઝાયરાએ વર્ષ 2016માં આમિર  ખાનની દંગલ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ઝાયરા વસીમને આ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. ઝાયરાએ ફિલ્મમાં પહેલવાન ગીતા ફોગટના બાળપણનો રોલ ભજવ્યો હતો. જેના માટે તેને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. 



નોંધનીય છે કે 2017માં ઝાયરા વસીમે સિક્રેટ સુપરસ્ટારમાં પણ આમિર ખાન સાથે કામ કર્યું હતું. આ  ફિલ્મ માટે ઝાયરાને ફિલ્મફેરનો બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિકનો એવોર્ડ મળ્યો હતો. નાની ઉંમરમાં જ ઝાયરાને અનેક એવોર્ડ મળ્યાં હતાં. 


વર્કફ્રન્ટની વાત કરીએ તો ઝાયરા બહુ જલદી 'સ્કાય ઈઝ પિંક'માં જોવા મળશે. આ  ફિલ્મમાં તે પ્રિયંકા ચોપરાની પુત્રીની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મમાં ફરહાન અખ્તર મુખ્ય ભૂમિકામાં છે.