નવી દિલ્હી: પ્રિયંકા ચોપરા પોતાના હોલિવૂડ શો ક્વાન્ટિકોની સીઝન 3ના એક એપિસોડને લઈને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થઈ રહી છે. શોના એક એપિસોડમાં ભારતીય રાષ્ટ્રવાદીઓને આતંકી ગણાવવામાં આવ્યાં હતાં અને ત્યારબાદથી પ્રિયંકાએ સતત સોશિયલ મીડિયા પર આલોચનાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે હવે ક્વાન્ટિકોના નિર્માતાઓએ માફી માંગી લીધી છે. એબીસી નેટવર્કે આ માફી ક્વાન્ટિકોના એ એપિસોડ બદલ માંગી જેમાં આતંકી હુમલા પાછળ ભારતીય રાષ્ટ્રવાદીઓનો હાથ હોવાની વાત કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ટ્વિટ દ્વવારા એએનઆઈએ આ જાણકારી આપી. પોતાની ટ્વિટમાં એએનઆઈએ લખ્યું કે ક્વાન્ટિકોના એપિસોડને ખુબ જ વધુ ઈમોશનલ રિએક્શન મળ્યા છે. જેમાંથી મોટાભાગના પ્રિયંકા ચોપરા માટે કરવામાં આવ્યાં છે. જો કે પ્રિયંકાનો તેમાં કોઈ હાથ નથી કારણ કે આ શો તેણે બનાવ્યો નથી કે ડાઈરેક્ટ પણ કર્યો નથી. આ જ કારણે એબીસી નેટવર્ક ક્વાન્ટિકામાં હિંદુઓને આતંકી કહેવા બદલ હિંદુઓ પાસે માફી માંગે છે. અત્રે જણાવવાનું કે શોમાં પ્રિયંકા એક એફબીઆઈ એજન્ટની ભૂમિકા ભજવી રહી છે.



શોના એપિસોડ ધ બ્લડ ઓફ રોમિયોમાં ન્યૂયોર્કને પરમાણુ બોમ્બથી ઉડાવવાના કાવતરાની જાણ થાય છે. જેના કારણે શંકાની સોય પાકિસ્તાન તરફ જાય છે કારણ કે તે દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે મહત્વની શાંતિ વાર્તા થવાની હોય છે. જો કે જ્યારે એક વ્યક્તિને પ્રિયંકા અને તેનો સાથે પકડે છે તો તે ભારતીય નેશનલિસ્ટ છે જે હુમલા દ્વારા પાકિસ્તાનને બદનામ કરવા માંગે છે. શોના આ સીનનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે.



શોનો આ એપિસોડ 1 જૂનના રોજ પ્રસારિત થયો હતો. ત્યારબાદથી પ્રિયંકા સતત આલોચનાઓનો સામનો કરી રહી છે. હોજ કે આ શોની આ છેલ્લી સીઝન છે અને ત્યારબાદ એબીસી નેટવર્ક દ્વારા ક્વાન્ટિકોની અન્ય સિરીઝનું નિર્માણ કરાશે નહીં. જેનું કારણ શોનું ખરાબ રેટિંગ છે. ચેનલ દ્વારા માફી માંગવામાં આવતા હવે આશા છે કે પ્રિયંકાએ વધુ આલોચનાઓનો શિકાર થવું પડશે નહીં.