`ગંગૂબાઇ કાઠિયાવાડી` બાદ સંજય લીલા ભણસાલીએ કરી વધુ એક ફિલ્મની જાહેરાત
બોલીવુડના જાણિતા ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali)ની ફિલ્મ `ગંગૂબાઇ કાઠિયાવાડી`ના આગામી વર્ષે 11 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે, જેમાં એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) જોવા મળશે.
નવી દિલ્હી: બોલીવુડના જાણિતા ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali)ની ફિલ્મ 'ગંગૂબાઇ કાઠિયાવાડી'ના આગામી વર્ષે 11 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે, જેમાં એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) જોવા મળશે. આ સાથે જ ભણસાલી આગામી વર્ષે દિવાળીમાં રિલીઝ માટે વધુ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'બજૂ બાવરા'ની યોજના બનાવી રહ્યા છે. ભણસાલી પ્રોડક્શન્સે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટમાં આ ફિલ્મની જાહેરાત કરી અને તેને નિર્દેશકની એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાવ્યો.
સમાચારોના અનુસાર ફિલ્મ સંગીતના દિગ્ગજ બદલો લેવાની કહાની પર આધારિત હશે. ફિલ્મના કાસ્તની જાહેરાત હજુ બાકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટને ફેન્સે અલગ અલગ પ્રકાર રોલ ભજવતા જોઇ છે. ફિલ્મ 'ડિયર જીંદગી' જેવા અને 'રાજી' જેવા પાત્રો ઉપરાંત આલિયાએ 'ઉડતા પંજાબ' જેવી ફિલ્મમાં કામ કર્યું છે. આ ઉપરાંત 'હમટી શર્મા કી દુલ્હનિયા' પણ બની ગઇ. આલિયાએ ઓસ્કર નોમિનેટેડ ફિલ્મ 'ગલી બોય'માં નાનુ પાત્ર ભજવીને પણ ખૂબ વાહ વાહ મેળવી. ભલે આલિયાની 'કલંક' ના ચાલી હોય, પરંતુ તેમના પાત્ર અને એક્ટિંગને ફેન્સ દ્વારા સારો રિસ્પોન્સ મળ્યો હતો.
તમને જણાવી દઇએ કે પહેલાં આલિયા અને સલમાન, ફિલ્મ ઇંશાલ્લાહમાં સાથે કામ કરવાની છે, પરંતુ આ ફિલ્મ કોઇ કારણસર બંધ થઇ ગઇ છે. પરંતુ સંજય લીલા ભણસાલી પાસે આલિયાની તે ડેટ્સ હજુ પણ છે અને માનવામાં આવી રહ્યું છે કે તે SCHEDULE માં હવે સંજય લીલા ભણસાલી આલિયા સાથે ફિલ્મ 'ગંગૂબાઇ કાઠિયાવાડી' બનાવવા જઇ રહી છે.