ટ્રોલર્સથી ડરીને Saif Ali Khanએ પાછો લીધો પોતાનો આ નિર્ણય
બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan)પોતાની આત્મકથા (Autobiography)લખવાનું મન બનાવી રહ્યા હતા, પરંતુ હવે એવું લાગે છે કે સૈફ અલી ખાને પોતાનું મન બદલી નાખ્યું છે. થોડા સમય પહેલાં ઓટોબાયોગ્રાફી લખવાની જાહેરાત કરી હતી.
નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan)પોતાની આત્મકથા (Autobiography)લખવાનું મન બનાવી રહ્યા હતા, પરંતુ હવે એવું લાગે છે કે સૈફ અલી ખાને પોતાનું મન બદલી નાખ્યું છે. થોડા સમય પહેલાં ઓટોબાયોગ્રાફી લખવાની જાહેરાત કરી હતી તો નેટિઝેન્સે તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. સૈફ ફરી એકવાર ટ્રોલનો શિકાર થઇ ચૂક્યા છે, જ્યારે તેમણે કહ્યું હતું કે તે પણ નેપોટિઝમ (Nepotism)થી પીદિત છે. સૈફે કહ્યું કે આત્મકથા લખીને લોકોની ગાળો સાંભળવા માટે તૈયાર નથી.
સૈફ અલી ખાનની ઓટોબાયોગ્રાફી
જોકે, સૈફ અલી ખાન (Saif Ali Khan)અને જૈકલીન ફર્નાંડીઝ સોશિયલ મીડિયા પર્સનાલિટી અને એક્ટર અમાંડા સર્નીના પોડકાસ્ટમાં સામેલ થયા. આ પોડકાસ્ટ પ્રોગ્રામમાં સૈફે કહ્યું કે તે ઓટોબાયોગ્રાફી લખવા માટે ખૂબ ઉત્સાહિત હતા, પરંતુ તે તેને લખવા માંગતા નથી. તેમણે કહ્યું કે 'હું હકિકતમાં ખેદ સાથે પોતાની વાત કહેવા જઇ રહ્યો છું. મને લાગે છે કે ફક્ત સામાન્ય ઓડિયન્સ નહી, પરંતુ દેશમાં દર્શકનો એક એવો વર્ગ છે જે હાલ ખૂબ નેગેટિવ છે. હું મારી આત્મકથા લખીને તેમની સાથે મારી લાઇફની વાતો શેર ન કરી શકું.
હિમાચલમાં શૂટિંગ કરી રહ્યા છે અભિનેતા
તેમણે આગળ કહ્યું કે આજે જ્યારે હું ફરતો હતો તો આ ઝાડને જોઇને ખૂબ સારુ અનુભવી રહ્યો છું. વિચારી રહ્યો છું કે હું કેટલો ભાગ્યશાળી છું કે હિમાચલમાં શૂટિંગ કરી રહ્યા છીએ અને હકિકતમાં એવું નથી. આ બધુ મારા પુસ્તકમાં જણાવવા માંગતો હતો. બોમ્બે ટાઇમ્સ સાથે વાત કરતાં સૈફે જણાવ્યું કે તેમની ઓટોબાયોગ્રાફીમાં પરિવાર, કેરિયર, ફિલ્મો, સક્સેસ, ફેલ્યોર વિશે ખુલીને ચર્ચા કરવામાં આવશે. પહેલાં તેમની બાયોગ્રાફી 2021માં પબ્લિક થવાની હતી પરંતુ હવે લાગે છે સૈફની ઓટોબાયોગ્રાફી માટે લોકોએ વધુ રાહ જોઇ પડશે.
બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube