Shahrukh Khan New Look: શાહરૂખ ખાને ભલે 4 વર્ષમાં મોટા પડદાથી દૂર રહ્યા હોય પરંતુ સમયની સાથે તેમની પોપુલારિટી ઘટવાના બદલે વધતી જ જાય છે. ફેન્સ તેમની વાપસીની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. શાહરૂખ ખાન પણ જલદી જ ફેન્સને મોટી ભેટ આપવાના છે. તેમની ફિલ્મ પઠાણ જલદી જ રિલીઝ થશે. તો બીજી તરફ પઠાન બાદ શાહરૂખ ખાન ડંકીમાં પણ જોવા મળશે અને કદાચ આ ફિલ્મ માટે શાહરૂખ ખાને નવો લુક અપનાવ્યો છે જેને તે હાલમાં છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 


બુધવારે સાંજે શાહરૂખ ખાન ડબિંગ સ્ટૂડિયોમાં સ્પોટ કરવામાં આવ્યા. જ્યાં મીડિયાનો જમાવડો લાગી ગયો પરંતુ જ્યારે શાહરૂખ બહાર નિકળ્યા તો તેમના હાથમાં છત્રી હતી અને તે પોતાનો ચહેરો છત્રી વડે સંતાડી રહ્યા હતા. આ પહેલાં પણ જ્યારે શાહરૂખ ખાન પ્રાઇવેટ એરપોર્ટ પર સ્પોટ થયા તો ત્યાં પણ તે છત્રી વડે છુપાવતા જોવા મળ્યા. એવામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે શાહરૂખ ડંકી માટે પોતાના નવા લુકને રિવીલ કરવા માંગતા નથી. પરંતુ આજે તેમનો નવો લુક રિવીલ થઇ ગયો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube