રામ ગોપાલની ફિલ્મ લગ્ન વ્યવસ્થા માટે ખતરો ભાજપ મહિલા મોર્ચાની પ્રતિબંધની માંગ
ફિલ્મથી ભારતીય વિવાહ વ્યવસ્થા પર અસર પડવા ઉપરાંત દેશનો યુવાન પણ માર્ગ ભટકી શકે છે
મુંબઇ : હાલમાં જ રામગોપાલ વર્માએ પોતાની અપકમિંગ મુવી ગોડ સેક્સ એન્ડ ટ્રુથનું ટ્રેલર રીલીઝ કર્યું. ટ્રેલર ખુબ જ બોલ્ડ છે. આ ફિલ્મ દ્વારા રામગોપાલ, બોલિવુડમાં પોર્ન સ્ટાર મિયા માલ્કોવાને લોન્ચ કરવા જઇ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર આવ્યા બાદ જ આ મુદ્દે વિવાદ ચાલુ થઇ ચુક્યો છે. હવે આ મુદ્દો રાજનીતિક બની રહ્યો છે. દક્ષિણ ભારતમાં ભાજપનાં એક મહિલા મોર્ચાનાં લીડરે રામગોપાલની ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા માટેની માંગ કરી છે.
અખબારનાં અહેવાલ અનુસાર ભાજપ મહિલા મોર્ચાનાં એક નેતા કરી નાગલક્ષ્મીએ આ મુદ્દે વિજયવાડાનાં સુર્યાપેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. કરીએ સવાલ કર્યો છે કે આ ગંદી ફિલ્મ દ્વારા રામગોપાલ વર્મા દેશનાં યુવાનોને શું સંદેશ આપવા માંગે છે. કરીએ દાવો કર્યો કે ફિલ્મ ભારતમાં વિવાહની વ્યવસ્થા પર અસર કરી શકે છે અને યુવાનોનું કેરિયર ભટકાવી શકે છે. અહેવાલ અનુસાર કરી દ્વારા થયેલા વિરોધને ભાજપનાં ઘણા નેતાઓએ સમર્થન પણ આપ્યું છે.
અમેરિકાની પ્રખ્યાત પોર્ન સ્ટાર મિયા માલ્કોવા ફિલ્મમાં લીડ રોલ કરી રહી છે. હાલમાં જ આવેલા ફિલ્મનાં પોસ્ટર અને ટ્રેલરમાં તે ખુબ જ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર પણ તેની ખુબ જ ચર્ચા થઇ રહી છે. અગાઉ સાઉથ સુપર સ્ટાર વિજયની મર્સલ મુદ્દે પણ આ પ્રકારની સ્થિતી જોવા મળી હતી. ત્યારે તમિલનાડુનાં ભાજપ એકમે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. તેમનો આરોપ હતો કે નોટબંધી અને જીએસટી મુદ્દે ખોટી માહિતી આપવામાં આવી રહી છે. વિવાદ ચગ્યા બાદ વિજયનાં ફિલ્મને ખુબ જ પબ્લિસિટી મળી અને બોક્સ ઓફીસ પર કમાણી બાબતે મર્સલ અત્યાર સુધીનાં તેનાં કેરિયરની બેસ્ટ ફિલ્મ સાબિત થઇ.