SPOILER ALERT: બિગ બોસ 15ની TRP પાછલી બંને સિઝન કરતા ઓછી છે. જેના કારણે મેકર્સે કઈને કઈ અલગ-અલગ કરવું પડી રહ્યું છે. ત્યારે, આ વખતે બિગ બોસમાં એક પછી એક સળંગ 4 કન્ટેસ્ટન્ટ એવિક્ટ કરાયા છે. જ્યારે, આ કન્ટેસ્ટન્ટની જગ્યા પર 3 નવી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી આવવા જઈ રહી છે. જેમાંથી 2 તો તમે જાણો જ છો. પણ ત્રીજી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી તમને મઝા કરવી દેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિગ બોસ 15ના છેલ્લા એપિસોડમાં સિમ્બા નાગપાલને ઘરના જ ટોપ 5 કન્ટેસ્ટન્ટ્સ દ્વારા એવિક્ટ કરાયો હતો. ટાસ્ક એવો હતો, કે ટોપ 5 કન્ટેસ્ટન્ટ એટલે કે કરન કુન્ડ્રા, તેજસ્વી પ્રકાશ, શમિતા શેટ્ટી, પ્રતિક શહેજપાલ અને નિશાંત ભટ્ટે બોટમ 6 કન્ટેસ્ટન્ટમાંથી 1-1 પોતાના લોકોને બચાવવાના હતા. જેમાં, કરને ઉમર રિયાઝને, તેજસ્વીએ વિશાલ કોટિયનને, શમિતા શેટ્ટીએ રાજીવ આદિત્યને, પ્રતિકે નેહા ભસિનને અને નિશાંતે જય ભાનુસાલીને બચાવ્યો હતો. જેના પગલે સિમ્બાએ એવિક્ટ થવું પડ્યું હતું.


ત્યારે, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી એપિસોડમાં વધુ ત્રણ કન્ટેસ્ટન્ટ એવિક્ટ થશે. જેમાં, જય ભાનુસાલી, વિશાલ કોટિયન અને નેહા ભસિનનું નામ સામે આવી રહ્યું છે. ત્યારે, આ ત્રણના એવિક્શન બાદ બીજા ત્રણ વાઈલ્ડ કાર્ડ આવશે. જેમાં, રશ્મિ દેસાઈ, દેબોલિના અને રાખી સાંવતનો સમાવેશ થાય છે. રાખી સાવંત પહેલાં મેકર્સ અભિષેક બિચુક્લે જે મરાઠી બિગ બોસનો વિવાદિત કન્ટેસ્ટન્ટ હતો તેના લાવવાના હતા. પણ તેની જગ્યાએ હવે રાખી સાવંતને ઘરમાં એન્ટ્રી મળશે.


રાખી સાવંત ઘરમાં એન્ટ્રી લેતાની સાથે તેજસ્વી અને કરનની જોડી તેજરનને તોડવાનો પ્રયાસ કરે તો નવાઈ નહીં. પણ હા, જુના કન્ટેસ્ટન્ટના જવા બાદ અને નવા વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીના ગેમમાં આવવાથી ગેમનું ડાઈનામિક્સ જરૂરથી બદલાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube