નવી દિલ્હી: શ્રીદેવી આજે પંચતત્વમાં વિલીન થઇ જશે અને પછી આ 'ચાંદની'ની રોશની ફરી ક્યારેય જોવા મળશે નહી. દરેક બોલીવુડની આ પહેલી સુપરસ્ટારના અંતિમ દર્શન કરવા માટે મુંબઇના સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબમાં લાઇન લગાવીના ઉભા છે. આ દરમિયાન અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર ગત કેટલાક દિવસોથી ફક્ત એક વાત પર ભાર મુકવામાં આવી રહ્યો છે જીવનમાં પ્રેમ સૌથી વધુ મહત્વ ધરાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે શ્રીદેવીના નિધનના સમાચાર આવ્યાના થોડા સમય પહેલાં જ અમિતાભ બચ્ચને ટ્વિટર પર લખ્યું ' ન જાણે કેમ, એક વિચિત્ર ગભરામણ થઇ રહી છે.' બિગ બી આ ટ્વિટના થોડા કલાકો બાદ સમાચાર આવ્યા કે શ્રીદેવી નથી રહી. ત્યારબાદથી જ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર ફક્ત જીવનમાં પ્રેમને જ મહત્વ આપવાની વાત લખી છે. બિગ બીએ વારાફરતી પોતાની ટ્વિટમાં બસ એક જ વાત લખી છે. બિગ બીએ 25 ફેબ્રુઆરી ટ્વિટ કર્યું, 'પ્રેમ આપો...પ્રેમ વહેંચો...આ જ અંતિમ ભાવના છે.''. ત્યારબાદ તેમણે આ જે ફરી આ વાતને ટ્વિટ કરી. તો બીજી તરફ 26 ફેબ્રુઆરીએ ફરી બિગ બીએ ટ્વિટ કર્યું. 'પ્રેમની તરફ પરત ફરો... ફક્ત આ જ બાકી રહેશે.'


તો બીજી તરફ 27 તારીખે તેમણે ફરી ટ્વિટ કર્યું, 'પરત આવો...પરત આવો...કૃપા પરત આવો.. પ્રેમની તરફ.'


અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'ખુદા ગવાહ'માં અમિતાભ બચ્ચન અને શ્રીદેવીએ એકસાથે કામ કર્યું હતું. 8 મે 1992ના રોજ રિલિઝ થયેલી ફિલ્મ 'ખુદા ગવાહ'માં શ્રીદેવીએ બેનજીરનું પાત્ર ભજવ્યું હતું, જ્યારે અમિતાભ બચ્ચન 'બાદશાહ ખાન'ની ભૂમિકામાં હતો.