`ટોટલ ધમાલ બાદ` `લુકા છુપી`, `અર્જુન પટિયાલા` પણ પાકિસ્તાનમાં નહીં થાય રિલીઝ
મૈડોક ફિલ્મ્સ લુકા છુપી, અર્જુન પટિયાલા અને મેડ ઇન ચાઇના પાકિસ્તાનમાં રિલીઝ કરશે નહીં.
નવી દિલ્હીઃ પુલવામા આંતકી હુમલાને ધ્યાનમાં રાખીને અભિનેતા કાર્તિક આર્યનની ફિલ્મ 'લુકા છુપી' અને દિલજીત દોસાંઝની 'અર્જુન પટિયાલા' પાકિસ્તાનમાં રિલીઝ થશે નહીં. ફિલ્મ નિર્માતા દિનેશ વિજાને એક નિવેદનના માધ્યમથી તેની જાહેરાત કરી કે, તેણે ફિલ્મોના પાકિસ્તાન વિતરક સાથે કરાર રદ્દ કરી દીધો છે અને હવે તેનું બેનર મૈડોક ફિલ્મ્સ લુકા છુપી, અર્જુન પટિયાલા અને મેડ ઇન ચાઇનાને પાકિસ્તાનમાં રિલીઝ થશે નહીં.
ટોટલ ધમાલના નિર્માતાઓએ એક દિવસ પહેલા કહ્યું હતું કે, તે પાકિસ્તાનમાં કોમેડી એન્ટરટેઇનમેન્ટ રિલીઝ કરશે નહીં. આ નિર્ણય જમ્મૂ તથા કાશ્મીરમાં પુલવામામાં થયેલા ભયાનક આતંકી હુમલા બાદ લેવામાં આવ્યો છે.
વાંચો બોલીવુડના અન્ય સમાચાર