Aaradhya Bachchan: લિપ કિસ પર મચી ભારે બબાલ!, દીકરીના જન્મદિવસે જ ઐશ્વર્યા રાય થઈ ટ્રોલ, જાણો શું છે મામલો
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની લાડકી પુત્રી આરાધ્યા આજે 11 વર્ષની થઈ ગઈ. અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યાનો જન્મ 16 નવેમ્બર 2011ના રોજ થયો હતો. આરાધ્યાના 11માં બર્થડે પર ઐશ્વર્યા અને અભિષેક પોતાની લાડકી પુત્રી પર ઢગલો પ્રેમ વરસાવી રહ્યા છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી એક ફોટો પોસ્ટ કર્યો છે. આ તસવીરમાં ઐશ્વર્યા આરાધ્યાને લિપ કિસ કરતી જોવા મળે છે.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની લાડકી પુત્રી આરાધ્યા આજે 11 વર્ષની થઈ ગઈ. અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યાનો જન્મ 16 નવેમ્બર 2011ના રોજ થયો હતો. આરાધ્યાના 11માં બર્થડે પર ઐશ્વર્યા અને અભિષેક પોતાની લાડકી પુત્રી પર ઢગલો પ્રેમ વરસાવી રહ્યા છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી એક ફોટો પોસ્ટ કર્યો છે. આ તસવીરમાં ઐશ્વર્યા આરાધ્યાને લિપ કિસ કરતી જોવા મળે છે. તસવીર શેર કરતા અભિનેત્રીએ લખ્યું કે મારો પ્રેમ, મારી જિંદગી...આઈ લવ યુ મેરી આરાધ્યા...
માતા ઐશ્વર્યાની આરાધ્યા માટેની આ ક્યૂટ પોસ્ટ ફેન્સને ખુબ પસંદ પડી રહી છે. અભિનેત્રીની પોસ્ટ પર ઢગલો કમેન્ટ્સ પણ આવી રહી છેં. પણ જ્યાં કેટલાક લોકો આરાધ્યાને બર્થડે વીશ કરી રહ્યા છે ત્યાં બીજી બાજુ એવા પણ લોકો જોવા મળી રહ્યા છે જે પુત્રીને લિપ કિસ કરવા બદલ ઐશ્વર્યાને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે માનો પ્રેમ.... તો બીજા યૂઝરે લખ્યું કે આ ભારતનું કલ્ચર નથી. ઐશ્વર્યા રાયની આ પોસ્ટને અત્યાર સુધીમાં સાડા ચાર લાખથી વધુ લાઈક મળી ચૂકી છે.
ઐશ્વર્યા રાયની પોસ્ટ....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube