Aishwarya Rai net worth : દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, કરીના કપૂર, પ્રિયંકા ચોપરા આ બધી બોલિવુડની હાલની સુપરસ્ટાર છે. જેમનો બોલિવુડ પર દબદબો છે. તો નયનતારા, અનુષ્કા શેટ્ટી અને સામંથા પ્રભુ જેવી સ્ટાર્સ સાઉથની ફેમસ સેલિબ્રિટીઝ છે. પરંતું આમાંથી કોઈ પણ એટલી અમીર નથી, જેટલી બોલિવુડની એક એક્ટ્રેસ છે. ગત 14 વર્ષમાં આ અભિનેત્રીએ એક પણ હીટ ફિલ્મ આપી નથી, છતાં તે 776 કરોડ રૂપિયાની માલકિન છે. તે બોલિવુડની સૌથી અમીર એક્ટ્રેસ છે. આવો જાણીએ કોણ છે એ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમે વાત કરી રહ્યાં છે બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાયની. જેણે 90ના દાયકામાં બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. રિપોર્ટ અનુસાહર, ઐશ્વર્યા રાયની નેટવર્થ અંદાજે 776 કરોડ રૂપિયા છે. 


ઐશ્વર્યા રાયે કરિયરની શરૂઆતમાં જ અનેક સુપરહીટ ફિલ્મો આપી છે. તેની સુંદરતાના વખાણ તો આખી દુનિયા કરે છે. ફિલ્મો, જાહેરાત, અને બિઝનેસ થકી આ બચ્ચન બહુએ 776 કરોડની સંપત્તિ એકઠી કરી છે. આટલી સંપત્તિ ભારતની કોઈ પણ એક્ટ્રેસ પાસે નથી. 



અન્ય એક્ટ્રેસની નેટવર્થની વાત કરીએ તો હોલિવુડ સ્ટાર પ્રિયંકા ચોપરા પણ બીજા ક્રમે આવે છે. 


  • પ્રિયંકા ચોપરા 600 કરોડ

  • દીપિકા પાદુકોણ 550 કરોડ

  • આલિયા ભટ્ટ 500 કરોડ

  • કરીના કપૂર 485 કરોડ

  • કાજોલ 250 કરોડ 


ઐશ્વર્યાની રાયની ગત સોલો બીટ ફિલ્મ વર્ષ 2010 માં Enthiran હતી. આ સિવાય તે ગુજારિશ, જઝ્બા અને સરબજીતમાં લીડ રોલમાં નજર આવી હતી. પરંતું આ ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. આ બાદ તે પોન્નિયન સેલ્વનમાં નજર આવી હતી, જેને બોક્સ ઓફિસ પર 800 કરોડની કમાણી કરી હતી. 



કેવી રીતે કમાણી થાય છે
ઐશ્વર્યા રાય લગભગ બે દાયકાથી બે મોટા બ્રાન્ડના પ્રચારથી કરોડો રૂપિયા કમાણી કરી રહી છે. આ ઉપરાંત ફિલ્મો તથા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સામેલ થઈને તેણે દુનિયાભરમાં નવી ઓળખ બનાવી છે.