`બચ્ચન` સરનેમ હટાવીને ઐશ્વર્યાએ આપ્યો મોટો સંકેત! જાણો શું છે સમગ્ર મામલો
Aishwarya Rai removes Bachchan surname: ઐશ્વર્યા રાય ફરી એક વખત પતિ અભિષેક બચ્ચર સાથે ડિવોર્સના સમાચારને લઈ ચર્ચાનું કેન્દ્ર બની છે. દુબઈ ઈવેન્ટમાં અભિનેત્રીએ પોતાના નામમાંથી બચ્ચન સરનેમ હટાવ્યા બાદ આ મામલો ફરી જોર પકડી રહ્યો છે.
Aishwarya Rai Abhishek Bachchan Divorce Rumours: ઐશ્વર્યા રાય બચ્ચને હાલમાં જ દુબઈમાં ગ્લોબલ વુમન ફોરમ ઈવેન્ટમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે મહિલા સશક્તિકરણ પર વાત કરી હતી. આ ઈવેન્ટમાં તેમણે ઘણા ક્ષેત્રોમાં મહિલાઓના કામ અને પ્રયત્નોની પ્રશંસા કરી હતી. જ્યારે ઐશ્વર્યા સ્ટેજ પર આવી ત્યારે તેનું નામ અને વ્યવસાય “ઐશ્વર્યા રાય –ઈન્ટરનેશનલ સ્ટાર” બેકગ્રાઉન્ડમાં મોટી સ્ક્રીન પર બતાવવામાં આવ્યું હતું. છૂટાછેડાની અફવાઓ વચ્ચે ઐશની સરનેનમાંથી 'બચ્ચન' કાઢી નાખવાથી લોકો આશ્ચર્યચકિત થયા છે.
દુબઈ ઈવેન્ટમાં ઐશ્વર્યા રાયે હટાવી 'બચ્ચન' સરનેમ
સોશિયલ મીડિયા પર લોકોનું કહેવું છે કે, ઐશ્વર્યાએ પોતાના નામમાંથી બચ્ચન સરનેમ હટાવીને મોટો સંકેત આપ્યો છે. જ્યારે કેટલાક ફેન્સનું કહેવું છે કે, તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નામની સાથે બચ્ચન સરનેમ હજી પણ છે. આવી સ્થિતિમાં શક્ય છે કે દુબઈ ઇવેન્ટના વીડિયોમાં તેના પ્રથમ નામનો ઉપયોગ જગ્યા અથવા વ્યાવસાયિક પ્રતિનિધિત્વ માટે કરવામાં આવ્યો હોય શકે છે.
શ્રીમાએ વધુમાં લખ્યું કે, મેં ક્યારેય પણ કોઈના નામથી કોઈ બિજનેસ ખોલવાની કોશિશ કરી નથી. હું વસ્તુઓ સાફ કરું છું કારણ કે તે ફેક્ટ છે. મેં વર્ષો સુધી પોતાના દમ પર એક કન્ટેન્ટ ક્રિએટર તરીકે મારી કારકિર્દી બનાવી છે, એક મહિલાના રૂપમાં મને લાગે છે કે આ ફેક્ટને તોડવાની કોશિશ કરવામાં કોઈના માટે સારું નથી. મારા પતિ, સાસુ-સસરા અને માતા-પિતા આ માટે ખાતરી આપી શકે છે. એક માતા હોવાના કારણે મારા માટે એ ખૂબ જ જરૂરી છે કે જ્યારે મારું નામ સામેલ હોય ત્યારે તે સ્પષ્ટ હોવું જોઈએ.
યુઝર્સે શ્રીમાની માફી માંગી
શ્રીમાની આ પોસ્ટ પછી એક સોશિયલ મીડિયા યુઝરે શ્રીમાની માફી પણ માંગી હતી, જેનો સ્ક્રીનશોટ પણ શ્રીમાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. ઘણા લોકોએ તેને સપોર્ટ પણ કર્યો છે. પરંતુ કેટલાક લોકોએ હજુ પણ સવાલ પૂછ્યા કે શું ઐશ્વર્યા રાય સાથે તેના સંબંધો સારા છે?