Aishwarya Rai Video: રજનીકાંતને જોતા જ દોડીને ઐશ્વર્યા રાયે કર્યા ચરણ સ્પર્શ
મણિરત્નમની ફિલ્મ પોન્નિયય સેલ્વન પાર્ટ-1 નું ટ્રેલર લોન્ચ થઈ ચૂક્યું છે. મંગળવારે ચેન્નાઈમાં જશ્નનો માહોલ હતો. ટ્રેલર લોન્ચ ઈવેન્ટ પર ફિલ્મની સમગ્ર કાસ્ટ પહોંચી હતી. આ ઈવેન્ટમાં ચીફ ગેસ્ટ બનીને કમલ હસન પણ પહોંચ્યા હતા. પરંતુ બધા વચ્ચે સૌથી મોટી રોનક બની રહ્યા સુપરસ્ટાર રજનીકાંત, ઈવેન્ટ દરમિયાન અમિતાભ બચ્ચનના પુત્રવધુ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પણ તે સમયે ત્યાં હતાં. જેવા તેમણે રજનીકાંતને જોયા કે તરત જ જઈને ચરણસ્પર્શ કર્યા.
મણિરત્નમની ફિલ્મ પોન્નિયય સેલ્વન પાર્ટ-1 નું ટ્રેલર લોન્ચ થઈ ચૂક્યું છે. મંગળવારે ચેન્નાઈમાં જશ્નનો માહોલ હતો. ટ્રેલર લોન્ચ ઈવેન્ટ પર ફિલ્મની સમગ્ર કાસ્ટ પહોંચી હતી. આ ઈવેન્ટમાં ચીફ ગેસ્ટ બનીને કમલ હસન પણ પહોંચ્યા હતા. પરંતુ બધા વચ્ચે સૌથી મોટી રોનક બની રહ્યા સુપરસ્ટાર રજનીકાંત, ઈવેન્ટ દરમિયાન અમિતાભ બચ્ચનના પુત્રવધુ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પણ તે સમયે ત્યાં હતાં. જેવા તેમણે રજનીકાંતને જોયા કે તરત જ જઈને ચરણસ્પર્શ કર્યા. એશ્વર્યાએ ચરણસ્પર્શ કરતા જ ઈવેન્ટમાં તાળીઓના ગડગડાટથી હોલ ગૂંજી ઉઠ્યો. રજનીકાંત અને ઐશ્વર્યા રાય ફિલ્મ 'રોબોટ' માં એક સાથે કામ કરી ચૂક્યા છે. આ ઈવેન્ટના અનેક વીડિયોઝ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાંથી એક વીડિયો એશ્વર્યા રાય બચ્ચનનો પણ છે. જેમાં તે ફિલ્મના ડાઈરેક્ટર મણિરત્નમને પણ મળી રહી છે.
ઈવેન્ટમાં અમિતાભ બચ્ચનના પુત્રવધુ અને અભિનેત્રી એશ્વર્યા રાય કાળા રંગના સલવાર કૂર્તી અને દુપટ્ટામાં પહોંચ્યા હતા. જ્યારે રજનીકાંત મુખ્ય અતિથિ તરીકે ઈવેન્ટમાં આવ્યા ત્યારે ઐશ્વર્યા રાય પાછળ લાઈનમાં હતા. રજનીકાંતને જોતા જ તે ત્યાં દોડીને આવ્યા. જો કે પહેલા તેમની સામે પોન્નિયન સેલ્વન પાર્ટ 1ના ડાઈરેક્ટર મણિરત્નમ આવ્યા. જેમને એશ્વર્યાએ ગળે મળીને અભિવાદન કર્યું. ત્યારબાદ રજનીકાંત તરફ આગળ વધ્યા અને નમીને ચરણસ્પર્શ કર્યા. રજનીકાંતે પણ હસતાં હસતાં આશીર્વાદ આપ્યા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube