મુંબઈ: બોલીવુડના કારોડો ચાહકો માટે માઠા સમાચાર. ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સાથી કલાકરો સહિત આખુ સિનેજગત પણ ચિંતામાં ગરકાવ. સિંઘમ થ્રીનું શૂટિંગ ચાલી રહ્યું હતું એવામાં એક એવી ઘટના બની જેને કારણે અજય દેવગણ સંકટમાં મુકાઈ ગયો. અને જોત જોતામાં આ સમચાર સાંભળીને કરોડો ચાહકો અને બોલીવુડ પણ ચિંતામાં મુકાઈ ગયું. આ સાથે જ અટકી પડ્યું સિંઘમ થ્રીનું શૂટિંગ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજય દેવગણ ઘાયલ થતાં સિંઘમ થ્રીનું શૂટિંગ અટક્યું:
ફિલ્મ અભિનેતા અજય દેવગણને ‘સિંઘમ થ્રી'નાં શૂટિંગ વખતે આંખમાં ઈજા થઈ હતી. તેને કારણે હાલ આ ફિલ્મનું શૂટિંગ કેન્સલ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં એક એક્શન દૃશ્યના શૂટિંગ માટે બોડી ડબલનો ઉપયોગ કરવા જણાવાયું હતું. જોકે, અજયે જાતે જ એક્શન દૃશ્ય કરવાનો આગ્રહ રાખ્યો હતો. આ દરમિયાન તેને આંખમાં ઈજા થઈ હોવાનું કહેવાય છે.


શરુઆતમાં એવું લાગતું હતું કે પ્રાથમિક સારવાર બાદ અજય ફરી શૂટિંગ શરુ કરી શકશે. પરંતુ, હવે તેને તબીબોએ વધુ આરામની સલાહ આપતાં આ મહિનામાં મુંબઈમાં યોજાયેલું સમગ્ર શિડ્યૂલ કેન્સલ કરવાની નોબત આવી છે. ફિલ્મ સાથે સંકળાયેલા વર્તુળોના જણાવ્યા અનુસાર આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં અજય સાથે અનેક કલાકારોનો કાફલો છે. જોકે, અજય મુખ્ય ભૂમિકામાં હોવાથી તેના વગર કોઈ શૂટિંગ આગળ ધપાવી શકાય તેમ નથી. બોડી ડબલનો ઉપયોગ કરવાનું ટાળ્યું તેમાં ઘવાયો, અન્ય કલાકારોની તારીખો પણ કેન્સલ કરવાનો વારો આવ્યો.