નવી દિલ્લીઃ બોલીવૂડ સ્ટાર આજે સૌકોઈની પસંદ છે. કોમેડી હોય કે એક્શન અજય દેવગણે કરેલા રોલ તેના તમામ ફેન્સને પસંદ આવે છે. પણ શું તમે જાણો છો કે અજય દેવગણના પિતા વિરુ દેવગણ તેમને એક્શન સુપરસ્ટાર બનાવવા માગતા હતા. અજય અને વિરુ દેવગણ સૌથી ચર્ચિત પિતા-પુત્રમાં સામેલ છે. હાલમાં જ અજય દેવગણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાની એક યાદગાર ઘટનાનો વર્ણન કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિયલ લાઈફ એક્શન કિંગ હતા વિરુ દેવગણઃ
તમામ લોકો જાણે છે કે, વિરુ દેવગણ એક મોટા એક્શન ડાયરેક્ટર હતા. સ્ટંટ અને એક્શન સ્કિવન્સ સિવાય તેમણે હિન્દુસ્તાન કી કસમ જેવી ફિલ્મો પણ ડાયરેક્ટ કરી હતી. આ સ્ટોરીમાં અજય દેવગણે લીડ રોલ કર્યો હતો. પરંતુ, ઓફ સ્ક્રિન પણ વિરુ દેવગણ કોઈ એક્શન સ્ટારથી ઓછા ન હતા. આ વાત આ વીડિયોથી સામે આવી.


અજયને મારવા આવી હતી ભીડઃ
આ વાયરલ વીડિયોમાં ફિલ્મ નિર્માતા અને નિર્દેશક સાજીદ ખાન, અજય દેવગણની સાથે એ કિસ્સાને યાદ કરતા જોવા મળે છે. વીડિયોમાં સાજીદ કહે છે કે, અજયની વ્હાઈટ જીપ હતી, જેમાં અમે લોકો ફરતા હતા. હૉલિડે હોટેલ પાસે પતલી ગલી હતી, જેમાંથી અચાનક પતંગ પાછળ ભાગતું બાળક આવ્યું. જીપ ફૂલ સ્પીડમાં હતી, તો અમે બ્રેક લગાવી. જોકે, બાળકને કોઈ ઈજા નહોતી પહોંચી. તે ડરી ગયો હતો અને રડવા લાગ્યો હતો. ખબર નહીં કેવી રીતે પણ ત્યાં હજારો લોકો ભેગા થઈ ગયા. અમે એલોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે આમા અજયની કોઈ ભુલ નથી અને છોકરુ પણ એકદમ ઠીક છે. પણ કોઈ અમારી વાત સાંભળવા તૈયારી ન હતું.
 




આટલા ફાઈટર્સ લઈને પહોંચ્યા હતા વિરુ દેવગણઃ
સાજીદ વધુમાં કહે છે કે, આ ઘટના બાદ પછી આગળ શું થયું ખબર નહીં. 10 મીનિટ પછી આ વાતની જાણ અજય દેવગણના પિતા વિરુ દેવગણને થઈ. જો તે સમયે 150થી 250 ફાઈટર્સને લઈને સ્પોટ પર પહોંચ્યા હતા. આ એકદમ હિન્દી ફિલ્મ જેવું હતું.

ભાવુક જોવા મળ્યા અજયઃ
આ ઘટનાને સાંભળતા અજય ખૂબ જ ભાવુક થયા હતા. સાથે જ વીડિયોમાં અજયની સાથે અભિષેક બચ્ચન, સંજય દત્ત અને રિતેશ દેશમુખ પણ જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો વર્ષ 2019માં ફિલ્મ એનાલિસ્ટ જોગેન્દ્ર ટુટેજાએ શેર કર્યો હતો.