અજય દેવગણ ભજવશે રાજકીય મહાગુરૂ `ચાણક્ય`નું પાત્ર!
`સિંઘમ` અજય દેવગણ પોતાના ફેન્સ માટે સતત ઘણી ફિલ્મોની ભેટ આપવા માટે તૈયાર છે. હાલમાં અજય એકસાથે ઘણા ઝોનની ફિલ્મોમાં હાથ અજમાઇ રહ્યા છે. તો બીજી તરફ અજય દેવગણે હવે વધુ એક ફિલ્મની જાહેરાત કરી દીધી છે. અત્યાર સુધી `દે દે પ્યાર દે`માં રોમેન્ટિક, `તાનાજી`માં યોદ્ધા અને એક ખેલાડીની બાયોપિક પર એકસાથે કામ કરી રહેલા અજય દેવગણ હવે મહાગુરૂ `ચાણક્ય`ની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.
નવી દિલ્હી: 'સિંઘમ' અજય દેવગણ પોતાના ફેન્સ માટે સતત ઘણી ફિલ્મોની ભેટ આપવા માટે તૈયાર છે. હાલમાં અજય એકસાથે ઘણા ઝોનની ફિલ્મોમાં હાથ અજમાઇ રહ્યા છે. તો બીજી તરફ અજય દેવગણે હવે વધુ એક ફિલ્મની જાહેરાત કરી દીધી છે. અત્યાર સુધી 'દે દે પ્યાર દે'માં રોમેન્ટિક, 'તાનાજી'માં યોદ્ધા અને એક ખેલાડીની બાયોપિક પર એકસાથે કામ કરી રહેલા અજય દેવગણ હવે મહાગુરૂ 'ચાણક્ય'ની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.
અજય દેવગણની આવનાર ત્રણો ફિલ્મોના નામ સામે આવ્યા છે. 'દે દે પ્યાર દે'ના મીડિયા ઇન્ટરવ્યૂમાં જાણકારી મીડિયા સાથે શેર કરી. અત્યારે તે તાનાજીના શૂટિંગમાં વ્યસ્ત છે. જે લગભગ પુરી થઇ ચૂકી છે અને જલદી મોટા પડદા પર અજય દેવગણના ફેન્સ માટે બતાવવામાં આવશે.
ત્યારબાદ તે સઇદ નઇમુદ્દીન જે ભારતના પૂર્વ કેપ્ટન (જેમણે 1970 ની એશિયાઇ રમતોમાં કાંસ્ય પદક જીત્યો છે અને તે ભારતના પૂર્વ કોચ પણ રહી ચૂક્યા છે) પર બની રહેલી બાયોપિકમાં જોવા મળશે. આ કહાની સઇદજીના કોચિંગ કેરિયરના આસપાસ ફરશે, અજય દેવગણે જણાવ્યું હતું કે તેમને ફૂટબોલ રમવાનું શરૂ કરી દીધું છે. જે ફિલ્મની તૈયારીનો ભાગ છે અને ફિલ્મનું શૂટિંગ જલદી શરૂ થઇ જશે.
પોતાની ત્રીજી આગામી ફિલ્મ વિશે વાત કરીઈ તો અજય દેવગણે કહ્યું કે આ ફિલ્મ 'ચાણક્ય'ના જીવન પર આધારિત છે અને ફિલ્મની સ્ક્રિપ્ટિંગનું કામ શરૂ થઇ ગયું છે. તેમનું એ પણ કહેવું હતું કે ફિલ્મ કદાચ બે અધ્યામાં બનશે. કારણ કે ચાણક્ય જેવા મહાન માણસની કહાની એક ભાગમાં બતાવવી મુશ્કેલ છે. ચાણક્યના શૂટિંગ માટે અજય દેવગણ કદાચ પોતાના બાલ પણ કપાવી દીધા છે અથવા પ્રોસ્થેટિક મેકઅપ દ્વારા પાછળ સંતાડી શકે છે.
અંતમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું છે કે તેમના જીવન ઉપર બાયોપિક ક્યારે બનશે? ત્યારે અજય દેવગણનું કહેવું હતું કે તેમણે જીંદગીમાં એવું કંઇ કર્યું નથી કે જેના પર ફિલ્મ બની શકે.