નવી દિલ્હી: આજે બોલીવુડના 'સિંઘમ' અજય દેવગણ (Ajay Devgn) એ હિંદી ફિલ્મ ઇંડસ્ટ્રીમાં 30 વર્ષ પુરા કરી લીધા છે. આ અવસર પર જ્યાં કાજોલ અને શાહરૂખે અજય દેવગણ (Ajay Devgn) ની 100 ફિલ્મોની સફર શેર કરી તો બીજી તરફ અજય દેવગણે ફેન્સ માટે એક મોટી સરપ્રાઇઝ સામે આવી ચૂકી છે. તમને જણાવી દઇએ કે અજય દેવગણની ફિલ્મ 'મૈદાન (Maidaan)' ની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. 


જી હાં અજય દેવગણ (Ajay Devgn)ની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ 'મૈદાન (Maidaan)'ની રિલીઝ ડેટ સામે આવી ચૂકી છે. ફૂટબોલ પ્લેયરની લાઇફ પર આધારિત આ પીરિયડ ડ્રામા 'મૈદાન (Maidaan)' લાંબા સમયથી ચર્ચામાં હતી. પરંતુ હવે આખરે આ ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મ આગામી વર્ષે 27 નવેમ્બરના રોજ રિલીઝ થશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube