નવી દિલ્હી : અજય દેવગન (Ajay Devgn) હાલમાં પોતાની ફિલ્મ તાનાજી : ધ અનસંગ વોરિયરના પ્રચારમાં વ્યસ્ત છે. હાલમાં તેણે ફિલ્મના પ્રચાર માટે એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેણે પોતાની દીકરી ન્યાસા (Nysa) વિશે વિગતવાર વાત કરી છે. અજય અને કાજોલની દીકરી ન્યાસા તેના ડ્રેસિંગ અને આઉટિંગ માટે અનેકવાર ટ્રોલ થતી હોય છે. આવી જ એક ઘટના વિશે ન્યાસાના પિતા અજય દેવગને પોતાનો પક્ષ રજુ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક તસવીર અને ફરીથી ચર્ચામાં આવી ગઈ રણબીર-આલિયાની જોડી, આ વખતે થયો છે મોટો ધડાકો


આ વર્ષના મે મહિનામાં અજય દેવગનના પિતા વીરુ દેવગનનું નિધન થયું હતું. આ નિધનના બીજા દિવસે અજયની પુત્રી ન્યાસા સલૂનમાંથી બહાર નીકળતી જોવા મળી અને કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તેનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને સોશિયલ મીડિયા પર યુઝર્સ ન્યાસાને ટ્રોલ કરવા લાગ્યા કે તેના દાદાનું મૃત્યુ થયું છે અને એના બીજા જ દિવસે તે સલૂનમાં પહોંચી ગઈ. એમાં ઘણાં લોકો એવા પણ હતા કે ન્યાસાના પક્ષમાં હતા.


Good Newwz Review : કેવી છે અક્ષય અને કરીનાને ચમકાવતી લેટેસ્ટ ફિલ્મ? જાણવા કરો ક્લિક...


અજયે આ ઘટનાક્રમ વિશે વાત કરતા કહ્યું હતું કે '''ટ્રોલર્સ કોઈ પણ વાત પર ટ્રોલ કરી દે છે. મારી વાત કરું તો મારા પિતાના અવસાન પછી બીજા દિવસો બાળકો બહુ દુખી હતી અને ઘરમાં રોવાધોવાનું ચાલી રહ્યું હતું. આ સમયે મેં ન્યાસાને સામેથી કહ્યું હતું કે તે બહાર જઈ આવે તો સારું છે. ન્યાસાએ તો બહાર જવાની ના પાડી હતી પણ તેને વાતાવરણમાં બદલાવ અનુભવાય એટલે મેં તેને પરાણે બહાર મોકલી દીધી હતી. આખરે તે પાર્લર ગઈ હતી. કેટલાક લોકોએ તેની તસવીરો પાડી લીધી અને તેને ટ્રોલ કરવા લાગી કે દાદાનું નિધન થયું છે અને તે પાર્લર જાય છે. અજયે પુછ્યું કે આ લોકોનું આવું કરવું યોગ્ય છે? મેં તેને બહાર મોકલી કે તે રોવાનું બંધ કરે પણ તે જ્યાં સુધીમાં ઘરે પાછી આવી તેની તસવીરો વાયરલ થઇ ગઇ હતી અને તે ફરી ખરાબ રીતે રોઇ રહી હતી. અજય દેવગણે કહ્યું કે તે ખાલી 15-16 વર્ષની બાળકી છે તેણે કોઇનું શું બગાડ્યું છે? તમે અમને જજ કરો અમે આજ લાઇનમાં છીએ પણ અમારા બાળકોને તો છોડી દો.''


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક