નવી દિલ્હી : બોલિવૂડમાં ગયા વર્ષે એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ #MeToo મુવમેન્ટની શરૂઆત કરી હતી. તનુશ્રી પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી અનેક  હિરોઇનોએ પોતાની સાથે થયેલા શોષણની વાત જાહેર કરી હતી. આ મુવમેન્ટમાં આલોક નાથ, અનુ મલિક, વિકાસ બહેલ, સાજિદ ખાન, રજત કપૂર, રાજુ હિરાણી, કૈલાસ ખેર તેમજ સુભાષ ઘાઈ જેવા અનેક મોટા માથાઓ પર આરોપ લાગ્યા હતા. હવે આ કેમ્પેઇન વિશે અજય દેવગને નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે જ્યાં સુધી કોઈ આરોપ સાબિત ન થઈ જાય ત્યાં સુધી હું આ મામલે કંઈ કહી ન શકું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ઇન્ટરવ્યૂ દરમિયાન અજય દેવગને કહ્યું છે કે આ કેમ્પેઇન પછી અનેક દિગ્ગજ લોકો પર આરોપ લાગ્યા છે. હું કોઈને ટેકો નહીં આપું પણ એટલું જરૂર કહીશ કે આ નામો સાંભળીને મને આંચકો લાગ્યો છે પણ જ્યાં સુધી કંઈ સત્ય સાબિત ન થાય ત્યાં સુધી કોઈને જજ ન કરી શકું. હું માનું છું કે આ મામલાઓ પર જરૂરી કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ જેથી હકીકત સામે આવે.


હવે આ બોલિવૂડ સિંગર કરી રહી છે એક્ટર નિહાર પંડ્યા સાથે લગ્ન !


અજયે આ પહેલાં #MeTooને ટેકો આપતું નિવેદન કર્યું હતું કે બોલિવૂડમાં હવે તાકાતનો ખેલ નહીં ચાલે કારણ કે મહિલાઓ અન્યાય સામે અવાજ ઉઠાવવા લાગી છે. નવી પેઢી હવે અલગ વિચારે છે અને તે અન્યાય સહન નહીં કરે. હવે બધી પરિસ્થિતિ પારદર્શક થઈ ગઈ છે. અજય હાલમાં પોતાની આગામી ફિલ્મ 'ટોટલ ધમાલ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 22 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...