Maidan OTT Release: અજય દેવગનની ફિલ્મ મૈદાન જુઓ ઘરબેઠા, જાણો કયા OTT પ્લેટફોર્મ પર થઈ રિલીઝ
Maidan OTT Release: અમિત શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ મૈદાન ફુટબોલના ગોલ્ડન બોય તરીકે જાણીતા સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક છે. આ ફિલ્મ 10 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અને હવે 5 જૂનથી ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પર સ્ટ્રીમ થઈ છે.
Maidan OTT Release: અજય દેવગનની સ્પોર્ટસ ડ્રામા ફિલ્મ મૈદાન બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી નથી પરંતુ આ ફિલ્મના વખાણ ખૂબ થયા છે. આ ફિલ્મ 55 દિવસ સુધી સિનેમાઘરોમાં ટકેલી હતી અને 53 કરોડથી વધુનુ કલેકશન કર્યું હતું. આ ફિલ્મ જેમણે થિયેટરમાં જોઈ નથી તેઓ હવે ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર માણી શકે છે. આ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ચુકી છે.
આ પણ વાંચો: 20 વર્ષ પછી અમૃતા સિંહે જણાવ્યું ડિવોર્સનું કારણ, જણાવ્યું કેવી હતી ઘરમાં પરિસ્થિતિ
અમિત શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ મૈદાન ફુટબોલના ગોલ્ડન બોય તરીકે જાણીતા સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક છે. આ ફિલ્મ 10 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અને હવે 5 જૂનથી ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પર સ્ટ્રીમ થઈ છે.
એમેઝોન પ્રાઈમ વીડિયો દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ કરી જણાવ્યું છે કે મૈદાનનું પ્રીમિયર થઈ રહ્યું છે. આ ફિલ્મ 5 જૂનથી એમેઝોન પર જોઈ શકાશે. એમેઝોનનું સબ્સક્રિપ્શન જેમની પાસે હશે તેઓ આ ફિલ્મ ફ્રીમાં જોઈ શકે છે.
આ પણ વાંચો: Varun Dhawan બન્યો પિતા, Natasha Dalal એ દીકરીને આપ્યો જન્મ
મૈદાન ફિલ્મમાં અજય દેવગન સાથે પ્રિયામણી પણ છે. ફિલ્મમાં તેણે રહીમની પત્નીનું પાત્ર ભજવ્યું છે. પ્રિયામણી અને અજય દેવગન સાથે આ ફિલ્મમાં ગજરાજ રાવ અને રુદ્રનીલ ઘોષ પણ મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મનું નિર્માણ બોની કપૂરે કર્યું છે. ફિલ્મનું મ્યુઝિક એઆર રહેમાને આપ્યું છે.