નવી દિલ્હી: સમગ્ર દેશ તાજેતરમાં કોવિડ-19 મહામારીથી લડી રહ્યો છે. આ મહામારીના સંક્રમણમાં સૌથી વધુ મહારાષ્ટ્રના લોકો છે. ત્યારે મુંબઇ સ્થિત એશિયાની સૌથી મોટી ઝોપડપટ્ટી ધારાવીને રેડ સ્પોર્ટ માનવામાં આવી છે. એવા સમયમાં બોલીવુડના સુપરસ્ટાર અજય દેવગન અહી રહેતા લોકો માટે કોઈ મસીહાની જેમ સામે આવ્યા છે. અજય દેવગન હાલમાં કોરોનાની જંગ સામે તેમનું યોગદાન આપી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Wajid Khanના નિધનથી Akshay Kumarને લાગ્યો શોક, યાદ કરતા કરી આ પોસ્ટ


પાછલા થોડા દિવસોમાં રિપોર્ટ આવ્યા હતા કે, અજય દેવગનની પ્રોડક્શન કંપની એડીએફ ધારાવીના 700 પરિવારોની દેખરેખ કરી રહી છે. પરંતુ હેવ ત્યારબાદ એક ચોંકાવનારી વાચ સામે આવી છે. અમારી સહયોગી વેબસાઈટ DNAના સમાચાર અનુસાર જાણવા મળ્યું કે, અજય દેવગને ધારાવીના નવા ક્વોરન્ટાઇન હોસ્પિટલના ઓક્સિજન સિલિન્ડર અને પોર્ટેબલ વેન્ટિલેટર્સનો સંપૂર્ણ ખર્ચો ઉપાડ્યો છે.


આ પણ વાંચો:- રણબીર કપૂર સાથે દીપિકાએ શેર કર્યો ફોટો, Ranveer Singhએ કરી કોમેન્ટ


સમાચારોનું માનીએ તો, અજય દેવગનના લોકોની મદદ માટે સામે આવ્યા છે. અહીંના લોકોની સારવાર કરવા માટે બીએમસીએ 200 બેડવાળી એક હોસ્પિટલ બનાવી છે. તેમાં ધારાવીના કોવિડ-19 દર્દીઓની સારવાર કરવામાં આવશે. આ 15 દિવસની અંદર બની જશે. જેમાં ઓક્સિજન સિલિન્ડર અને વેન્ટિલેટર્સનો ખર્ચો અજય દેવગને ઉઠાવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube