નવી દિલ્હી: બુધવારે અજય દેવગણે પોતાના નવા પ્રોજેક્ટ 'ચાણક્ય'ની જાહેરાત કરી દીધી છે. અજય દેવગણની આ ફિલ્મનું નિર્દેશન નીરજ પાંડે કરશે અને તેની જાહેરાત અજય દેવગણે પોતાના ટ્વિટર પર કરી છે. તેમણે તેના વિશે ટ્વિટ કરતાં લખ્યું છે કે 'ચાણક્ય' ભારતીય ઇતિહાસની સૌથી મોટી ચિંતક કહાણી પર એક ફિલ્મ, નિર્દેશક હશે નીરજ પાંડે.' આ ફિલ્મ ચાણક્ય જેવા રાજકીય ચિંતક, દાર્શનિક અને રાજકીય સલાહકારની જીંદગી, તેમના શિક્ષણ પર આધારિત રહેશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની સૌથી મોંઘી ફિલ્મની રિલીઝ ડેટ ફાઇનલ, રજની-અક્ષય ટકરાશે આમને-સામને


પોતાની આ ફિલ્મ વિશે વાત કરતાં અજય દેવગણે પોતાના નિવેદનમાં કહ્યું કે 'હું ચાણક્યનું પાત્ર ભજવવા માટે એકદમ એક્સાઇટેડ છું. મેં નીરજ પાંડેને ખૂબ નજીકથી જોયા છે અને હું જાણું છું કે નીરજ આ કહાણીને તે સફાઇ અને જોશ સાથે કહેશે, જે રીતે તે કહેવા માંગે છે. 



તમને જણાવી દઇએ કે નિર્દેશક નીરજ પાંડે 'સ્પેશિયલ 26' 'એ વેડનેસડે', 'બેબી' અને 'રૂસ્તમ' જેવી ફિલ્મોના નિર્દેશન માટે જાણીતા છે. તો બીજી તરફ આ ફિલ્મ વિશે વાત કરતાં નીરજ પાંડેએ કહ્યું કે ''હું લાંબા સમયથી ચાણક્યની કહાની અને આ ફિલ્મ પર કામ કરી રહ્યો હતો. મને પૂરો વિશ્વાસ છે કે અજય દેવગણને આ પાત્રમાં જોઇ લોકોને ખૂબ મજા આવશે.' જોકે આ ફિલ્મ વિશે હજુ વધુ ખુલાસો કરવામાં આવ્યો નથી. 'ચાણક્ય' ઉપરાંત અજય દેવગણ ટૂંક સમયમાં રણબીર કપૂર સાથે નિર્દેશક લવ રંજનની ફિલ્મનો પણ ભાગ બનવા જઇ રહ્યા છે.