નવી દિલ્હી; મોસ્ટ અવેટેડ કોમેડી ફિલ્મ 'ગુડ ન્યૂઝ (Good Newwz)' નું ટ્રેલર હમણાં જ રિલીઝ થયું છે. થોડા દિવસો પહેલાં બેબી બંપ વચ્ચે બોલીવુડ ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar)ને જોયા બાદ લોકોને આ ફિલ્મ 'ગુડ ન્યૂઝ (Good Newwz)'ના ટ્રેલરની આતુરતાપૂર્વક રાહ જોઇવાઇ રહી હતી. થોડા દિવસો અગાઉ દમદાર પોસ્ટર્સે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી તો બીજી તરફ ધમાકેદાર ટ્રેલર લોકોને ખડખડાટ હસવા પર મજબૂર કરી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અક્ષય કુમાર (Akshay Kumar) અને કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ની જોડીવાળી આ ફિલ્મ 'ગુડ ન્યૂઝ (Good Newwz)'નું ટ્રેલર એટલા માટે પણ ખાસ છે, કારણ કે તેમાં દિલજીત દોસાંજ (Diljit Dosanjh) અને કિયારા અડવાણી (Kiara Advani) ની કોમિક કેમિસ્ટ્રી પણ જોરદાર છે. જુઓ આ ટ્રેલર...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube