Akshay Kumar Bhool Bhulaiyaa Shooting Location: હિન્દી સિનેમાની હોરર ફિલ્મોની વાત કરીએ તો અક્ષય કુમારની ભૂલ ભુલૈયાનો ઉલ્લેખ ચોક્કસપણે થશે. 2007માં રિલીઝ થયેલી એક શાનદાર ફિલ્મ જે જબરદસ્ત હિટ રહી હતી. આ ફિલ્મે બોલિવૂડને મંજુલિકા નામનું ભૂત આપ્યું પરંતુ આજે આપણે મંજુલિકા વિશે નહીં પરંતુ તે મહેલ વિશે જણાવીશું જ્યાં મંજુલિકા રહેતી હતી. જો તમે આ ફિલ્મ જોઈ હોય, તો તમે પણ આ હવેલી વિશે જાણતા જ હશો. પરંતુ શું તમે જાણો છો કે આખરે આ મહેલ હકિકતમાં ક્યાં આવેલો છે? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Garlic: આ લોકોએ ભૂલથી પણ ન ખાવું જોઈએ લસણ, હોસ્પિટલના ધક્કા ખાવા પડશે
આ પણ વાંચો:  હોળીના 3 દિવસ બાદ જોરદાર ઉજવણી કરશે આ રાશિના લોકો, રાતોરાત બની જશે કરોડપતિ
આ પણ વાંચો:  ભૂખ નહીં લાગવા પર તમને થઈ શકે છે ગંભીર પ્રકારના રોગ, આ બાબતોની રાખવી પડશે તકેદારી


જયપુરના ચોમુ પેલેસમાં થયું હતું શૂટિંગ
અક્ષય કુમાર અને વિદ્યા બાલન સ્ટારર 'ભૂલ ભુલૈયા' 2007માં રિલીઝ થઈ હતી. જેમાં એક મોટી હવેલી અને તે હવેલીમાં બંધ ભૂત આત્માની સ્ટોરી બતાવવામાં આવી હતી. હકિકતમાં આ હવેલી નથી પરંતુ એક મોટો મહેલ છે જે જયપુરથી એકદમ નજીક છે. આ મહેલનું નામ છે ચોમુ પેલેસ. જ્યારે આ ફિલ્મનું શૂટિંગ ત્યાં થઈ રહ્યું હતું ત્યારે આ મહેલ સાથે જોડાયેલી ઘણી વાતો પણ સાંભળવા મળી હતી. ખાસ કરીને ત્યાં રહેતા લોકોએ તેને લગતી એવી વાતો કહી કે લોકો ડરવા લાગ્યા. એવું કહેવાય છે કે શૂટિંગ દરમિયાન ઘણી વખત બીજું કોઇ હોવાનો પણ અહેસાસ ઘણા લોકોને થયો હતો. 


આ પણ વાંચો: આ શોપિંગ વેબસાઇટ પર છપ્પરફાડ ડિસ્કાઉન્ટ, હોળી પહેલાં તૂટી પડ્યા ગ્રાહકો
આ પણ વાંચો: Top SUVs: 10 લાખથી ઓછી કિંમતમાં ઘરે લઇ આવો SUV કાર, જુઓ લિસ્ટ
આ પણ વાંચો: તમે કેટલા પર ચલાવો છો પંખો, સ્પીડ ઓછી હશે બિલ ઓછું આવશે, જાણો સચ્ચાઇ


એટલું જ નહીં, પછી લોકોએ એ પણ કહ્યું કે આ મહેલના રાજાએ યુદ્ધ દરમિયાન વીરગતિ પ્રાપ્ત કરી હતી અને દુશ્મનોએ તેમનો શિરચ્છેદ કર્યો હતો. લોકોના કહેવા પ્રમાણે, અહીં ઘણી વખત માથા વગરનો વ્યક્તિ પણ જોવા મળ્યો હતો. ફિલ્મ ભૂલ ભૂલૈયાનું શૂટિંગ આ પેલેસમાં 25 દિવસ સુધી ચાલ્યું હતું અને જ્યારે ફિલ્મ પૂરી થઈ ત્યારે તે જબરદસ્ત હિટ રહી હતી. આ પછી તેનો આગામી ભાગ ભૂલ ભુલૈયા 2 પણ 2022માં રીલિઝ થયો હતો, જેને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. 2022માં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી.


આ પણ વાંચો: આવો હશે Gadar 2 નો Climax સીન, મનીષ વાધવાએ ખોલી દીધું સસ્પેંસ
આ પણ વાંચો:
 ઝીનત અમાન સાથે રેપ સીન કરતા બોલિવુડના વિલનની થઈ ગઈ આવી હાલત, દૂરની થતી હતી બહેન
આ પણ વાંચો: ગુજરાતની સોફિયા અન્સારીએ બોલ્ડનેસની તમામ હદો કરી પાર, પોઝ જોઇ પરસેવો છૂટી જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube