નવી દિલ્હીઃ અક્ષય કુમારની મલ્ટી સ્ટારર ફિલ્મ હાઉસફુલ 4નું ટ્રેલર (housefull 4) રિલીઝ થઈ ચુક્યું છે. વર્ષ 2010મા શરૂ થયેલી હાઉસફુલ ફ્રેન્ચાઇઝીની આ ચોથી ફિલ્મ છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની (akshay kumar) સાથે રિતેશ દેશમુખ (riteish deshmukh), બોબી દેઓલ, રાણા દગ્ગુબતી, કૃતિ સેનન, કૃતિ ખરબંદા અને પૂજા હેગડે છે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી પણ ખાસ એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મને ડાયરેક્ટર ફરહાદ સમજીએ બનાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મમાં દર વખતે હાઉસફુલ ફ્રેન્ચાઇઝીની ફિલ્મોમાં અલગ કહાની જોવા મળે છે. આ વખતે ફિલ્મને પૂર્વજન્મ સાથે જોડવામાં આવી છે. ચંકી પાંડે પણ આ કોમેડી ફિલ્મમાં વાપસી કરવા જઈ રહ્યો છે. તમામ આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા. આવો જોઈએ કેવું છે ફિલ્મનું ટ્રેલર... 



ટ્રેલરની વાત કરીએ તો મસ્તી, મજાક અને કન્ફ્યુઝનથી ભરેલું છે. અક્ષય કુમાર લંડનમાં રહેનાર વ્યક્તિ છે, જે 600 વર્ષ પહેલા રાજકુમાર હતો. તેને પોતાના પાછલા જન્મ વિશે વધુ યાદ આવી જાય છે અને પછી તે પોતાના મિત્રોની સાથે મળીને આ પુર્વજન્મનું રહસ્ય ઉકેલવા અને પોતાના પ્રેમને મેળવવાનો પ્રયત્ન કરે છે. 


કેવું છે ટ્રેલર?
હાઉસફુલ 4નું ટ્રેલર દમદાર છે. આ ટ્રેલરમાં ઘણા જોક છે અને તમે અક્ષય અને રિતેશ દેશમુખને સારી કોમેડી કરતા જોઈ શકો છો. આ સિવાય ફિલ્મમાં કૃતિ ખરબંદા, કૃતિ સેનન અને પૂજા હેગડે માત્ર ગ્લેમરનો તડકો લગાવી રહી નથી પરંતુ એક્શન કરતી પણ જોવા મળી રહી છે. આ સિવાય જે ટ્રેલરમાં ખાસ છે તે સપોર્ટિંગ એક્ટર્સ. 


ફિલ્મમાં રાણા દગ્ગુબતી એક ખૂંખાર પેલવાનના રોલમાં સારો લાગી રહ્યો છે તો નવાઝુદ્દીન સિદ્દીકી એક બાબાના રોલમાં જોવા મળશે. તમે નવાઝને આ ફિલ્મમાં કોમેડી કરતો જોશો.