Akshay Kumar Fan Video: અક્ષય કુમાર-ઇમરાન હાશ્મીની ફિલ્મ 'સેલ્ફી' ખૂબ જ જલ્દી સ્ક્રીન પર આવવા જઈ રહી છે અને બંને સ્ટાર્સ તેના પ્રમોશનમાં સતત વ્યસ્ત છે. આ દરમિયાન બંને સ્ટાર્સ ઘણા શહેરોમાં ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. હાલમાં જ તે ઈમરાન હાશ્મી સાથે મુંબઈ મેટ્રોની સફર પર ગયો હતો. આ પછી અક્ષય ફરીથી મુંબઈમાં એક ઈવેન્ટમાં ફિલ્મનું પ્રમોશન કરતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં, હવે અક્ષય કુમાર સાથે સંબંધિત એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેના એક ચાહકે અભિનેતાને મળવા માટે તમામ હદ વટાવી દીધી હતી. અક્ષય કુમારના બોડીગાર્ડને આ વાત પસંદ ન આવી, પરંતુ આ દરમિયાન અક્ષય કુમારે એવું કામ કર્યું કે હવે દરેક તેના વખાણ કરી રહ્યા છે.


અરમાન મલિક જ નહીં બોલિવૂડના આ અભિનેતાઓને પણ છે 2-2 પત્ની
World Cup ની સેમીફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડીયા, આયરલેન્ડને આપી માત
રાશિફળ 21 ફેબ્રુઆરી: ગ્રહોની શુભ સ્થિતિ આ જાતકોને જબરદસ્ત નાણાકીય ફાયદો કરાવશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અક્ષય માટે બેરિકેડ કૂદી ગયો ફેન 
અક્ષય કુમાર હાલમાં તેની આગામી ફિલ્મ 'સેલ્ફી'નું જોરશોરથી પ્રમોશન કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વીડિયોમાં બોડીગાર્ડે એક ફેનને પાછળ ધકેલી દીધો, પરંતુ અક્ષયે તેને બોલાવ્યો અને ગળે લગાડ્યો. વાસ્તવમાં રવિવારે અક્ષય પોતાના કો-સ્ટાર સાથે એક ઈવેન્ટમાં આવ્યો હતો અને આ પ્રસંગે જ્યારે તે ફેન્સને મળવા પહોંચ્યો ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિ તેને મળવા બેરિકેડ કૂદી ગયો અને આ જોઈને સિક્યુરિટી ગાર્ડે તેને પાછળ ધકેલી દીધો.


આ પછી અક્ષય કુમારે તેના ગાર્ડ્સને રોક્યા અને ફેનને ગળે લગાવી દીધો. જોકે ગાર્ડ્સ પણ પોતાની ફરજ બજાવે તે હિતાવહ છે. આટલી ભીડમાં અભિનેતાની સુરક્ષાને કારણે તેણે ફેનને પાછળ ધકેલી દીધો. આ સમગ્ર દ્રશ્ય પાપારાઝીના કેમેરામાં કેદ થઈ ગયું હતું. તે જ સમયે, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અક્ષય કુમારના આ સ્ટાઈલની સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીની ફિલ્મ સેલ્ફી 24 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.



આ પણ વાંચો:
ગુજરાતમાં અચાનક ગરમીનો પારો વધ્યો, હવે આ રાજ્યોમાં વરસાદની આગાહી
Sonu Nigam અને તેના ભાઈ પર હુમલાનો વીડિયો વાયરલ, મ્યૂઝિક કોન્સર્ટમાં થઈ ભયંકર બબાલ
Turkiye Earthquake: તુર્કીમાં ફરી 6.4 ની તીવ્રતાનો ભૂકંપ, અનેક બિલ્ડીંગો ધરાશાયી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube