નવી દિલ્હી: બોલીવુડના 'ખેલાડી' અક્ષય કુમાર (Akshay Kumar) અને કિયારા અડવાણી (Kiara Advani)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'ની જોરદાર ચર્ચા થઇ રહી છે. રાઘવ લોરેન્સના નિર્દેશનમાં બનેલી 'લક્ષ્મી બોમ્બ' દિવાળી પર એટલે 9 નવેમ્બર 2020ના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઇ રહી છે. 'લક્ષ્મી બોમ્બ'ની રાહ જોઇ રહેલા લોકો માટે મોટી ખુશખબરી સામે આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે મેકર્સ 9 નવેમ્બરના રોજ 'લક્ષ્મી બોમ્બ'ને ડિઝ્ની પ્લસ હોટસ્ટાર સાથે-સાથે સિનેમાઘરોમાં પણ રિલીઝ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થિએટર્સમાં પણ રિલીઝ થશે ફિલ્મ
હવે અક્ષય કુમાર અને કિયારા અડવાનીની અપકમિંગ ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'ને દર્શક સીધા સિનેમાઘરમાં પણ જોઇ શકશે. જોકે તેમાં એક ટ્વિસ્ટ છે. 'લક્ષ્મી  બોમ્બ'ના મેકર્સ પોતાની ફિલને ફક્ત તે દેશોના સિનેમાઘરમાં રિલીઝ કરશે. જ્યાં સ્થિતિ સારી થઇ ચૂકી છે. તે દેશોની યાદીમાં ઓસ્ટ્રેલિયા, યૂએઇ અને ન્યૂઝિલેન્ડના નામ સામેલ છે. જો તમે ભારતમાં રહો છો અને 'લક્ષ્મી બોમ્બ'ને સિનેમાઘરમાં જોવાનું સપનું જોઇ રહ્યા છો. તો તમને થોડો આંચકો જરૂર લાગી શકે છે. આપણા દેશમાં અત્યારે પણ કોરોના કહેર ઓછો થયો નથી. જેના લીધે અક્ષય કુમારની ફિલ્મ અહીંના થિયેટર્સમાં રિલીઝ થશે નહી. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube